- કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા મામલે ભાજપના પૂર્વ મંત્રી વિનુ મોરડીયાનું નિવેદન
- મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનર કેતન દેસાઈને કરાયા સસ્પેન્ડ
- હજીરાના ઉદ્યોગકારોને ટ્રીટેડ પાણી ટેન્ડર પ્રકિયા વગર પાણી આપ્યું હતું
- આખા કૌભાંડ ની તપાસ ACB માં થવી જોઈએ : વિનુ મોરડીયા
- SMC અધિકારી સાથ મુખ્ય સીટી ઈજનેર અક્ષય પંડ્યાની પણ શંકાસ્પદ ભૂમિકા : વિનુ મોરડીયા
- અધિકારીની આવક અને મિલકતની તપાસ થવી જરૂરી : વિનુ મોરડીયા
Surat : ઉદ્યોગકારોને ફાયદો કરાવનાર કેતન દેસાઈ સસ્પેન્ડ કરાયા. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનર કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા. તેમજ પાલિકાના અધિકારી કેતન દેસાઈ સાથ મુખ્ય સીટી ઈજનેર અક્ષય પંડ્યાની પણ શંકાસ્પદ ભૂમિકા હજીરાના ઉદ્યોગકારોને ટ્રીટેડ પાણી ટેન્ડર પ્રકિયા વગર પાણી આપી દીધુ.
આ સમગ્ર મામલો મનપા કમિશનર સુધી પહોંચતા આખરે કાર્યપાલક ઈજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા. ત્યારે આજે મળનારી સ્થાઈ સમિતિ બેઠકમાં દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. જે ભાજપના પૂર્વ મંત્રી વિનુ મોરડીયાનું મોટું નિવેદન છે કે આ આખા કૌભાંડની તપાસ ACB માં થવી જોઈએ. આ ઉપરાંત પાલિકાના નાયબ કાર્પણ ઇજનરે કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા. તેમજ SMC અધિકારી કેતન દેસાઈ સાથ મુખ્ય સીટી ઈજનેર અક્ષય પંડ્યાની પણ શંકાસ્પદ ભૂમિકા છે.
વિનુ મોરડીયા જણાવે છે કે આ આખા કેશમાં ACB વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ. તેમજ આખી નોકરી દરમ્યાન કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની વાત સાથે અધિકારીની આવક અને મિલકતની તપાસ થવી જરૂરી.
આખું કૌભાંડ ખુલી જતા મ્યુનિ. કમિશ્નરે કેતન દેસાઈને ડી ગ્રેડ કરીને ઈનચાર્જ એડીશન સીટી ઈજનેરમાંથી પાછા કાર્યપાલક ઈજનેર બનાવી દીધા હતા. ત્યારબાદ ફાઈલનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો અને સુરત-કતારગામના ધારાસભ્યએ રાજ્ય સરકારના વિજીલન્સની તપાસની માગણી કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેતન દેસાઈને સસ્પેન્ડેડ કરવાનો ઓર્ડર થતાં ઉદ્યોગોના ઈશારે કામ કરતા અધિકારીની હાલત કફોડી થઈ છે અને પાલિકામાં સોપો પડી ગયો છે. આ દરખાસ્ત આજની સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય