પાઠક સ્કુલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ.
તાજેતરમાં બોર્ડની પરીક્ષા શ‚ થતા શુભેચ્છા ધોધ વર્ષી રહ્યો છે ત્યરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવતા પાઠક શૈક્ષણીક સંકુલના વસંત પાઠકે જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાત રાજયમાં ધે.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શ‚ થઈ ચૂકી છે. ત્યારે પાઠક સ્કુલમાં પણ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ગોઠવવામાં આવ્યું છે. પાઠક સ્કુલમાં તમામ વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે એવા પ્રકારની વ્યવસ્થા અહી પૂરી પાડવામાં આવી રહી છે.
પાઠક સ્કુલનાં આખાય બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓની સાથે આવેલા તેમના માતા પિતા પણ બહાર બેસી સીસીટીવી કેમેરા દ્વારા ટીવી પર પોતાના બાળકોને પરીક્ષા આપતા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે ઠંડા પાણીની તેમજ સીસીટીવી મેરાથી સજજ સંપૂર્ણ હવા ઉજાસવાળા વર્ગખંડની વ્યવસ્થા કરાય છે. હેન્ડીકેફટ વિદ્યાર્થી માટે પ્રથમ માળે બેઠક વ્યવસ્થા કરાય છે.
ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અંતમાં વિદ્યાર્થીઓને સંદેશો પાઠવતા તેમણે જણાવ્યું હતુ કે જો વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન યોગ્ય મહેનત કરી હશે તો વિદ્યાર્થીને તમામ પેપર સહેલા લાગશે ત્યારે કેઈ પણ જાતનાતણાવ વગર આત્મ વિશ્ર્વાસથી પરીક્ષા આપે અને ઉતમ પરિણામ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી.