૨૮મી માર્ચ સુધી ચાલનારું સત્ર સત્તાધારી પક્ષ ભાજપ અને વિરોધપક્ષ કોંગ્રેસ માટે ‘કાંટે કી ટકકર’સમાન
ગુજરાત વિધાનસભામાં આગામી ૧૯મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે. જયારે રાજયનું નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ નું અંદાજપત્ર ૨૦મી ફેબ્રુઆરીએ ‘ટેબલ’ પર આવશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બી.જે.પી. સરકારે ગુજરાતમાં ફરી એક વખત સત્તા હાંસલ કર્યા પછી પ્રથમ એસેમ્બ્લી બજેટ સેસન છે જે સત્તાધારી પક્ષ બી.જે.પી. અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે ‘કાંટે કી ટકકર’જેવું બની રહેવાની સંભાવના છે. આમ, ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર અલૌકિક અને અકલ્પનીય બની રહેશે. કેમ કે બી.જે.પી. પાસે ગુજરાત વિધાનસભામાં ૯૯ સીટ છે જયારે કોંગ્રેસ યુવા બ્લડને પ્રમોટ કરી રહી છે. તેમણે વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીને બેસાડયા છે. આમ, વિધાનસભા બજેટ સત્ર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ માટે કાંટે કી ટકકર સમાન બની રહેશે.
કોંગ્રેસ પાસે વિધાનસભામાં અન્ય પક્ષોને મળીને ૮૦ એમ.એલ.એ. છે ટૂંકમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ માટે સત્ર પડકાર‚પ બનશે તેમ રાજકીય વિશ્ર્લેશકો માને છે. ઉલ્લેખનીય છે કે આ બજેટ સેસન માર્ચ ર૮ના રોજ પુરું થશે.