વરિષ્ઠ વકિલનો ‘આધાર’ને પડકાર, આધાર બનાવ્યા તે ઠીક પણ તેની પ્રક્રિયા ખાનગી ઓપરેટરોને સોંપવી તે સરકારની ભુલ
આધારકાર્ડની સુરક્ષાને લઈ અનેક પ્રશ્ર્નો આવી રહ્યા છે ત્યારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આધાર મામલે સ્પષ્ટતા આપવી પડશે. કારણકે આધારની સુરક્ષા ખુબ જ મહત્વપૂર્ણ છે માટે સુપ્રીમે જણાવ્યું હતું કે, આધારના ડેટાનો ગેરઉપયોગ થવો જોઈએ નહી ખાનગી ઓપરેટરો દ્વારા જે આધારની માહિતીનો ગેરઉપયોગ થઈ રહ્યો છે તેને રોકવા તેમજ આધારની સુરક્ષા અંગેની કોર્ટને ખાતરી આપો. ગત વર્ષે રાઈટ ટુ પ્રાઈવસીને મુળભુત અધિકાર બનાવવા તેમજ સુરક્ષા પઘ્ધતિને મજબુન બનાવવા નવ જજોની બેઠક યોજવામાં આવી હતી.
ત્યારે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા, એ.કે.સીકરી, એ.એમ.ખાનવિલ્કર, ડિ.વાય.ચંદ્રચુદ અને અશોક ભુષણે આધારની માહિતીને સુરક્ષિત કરવા અંગેની ચર્ચા કરી હતી. ત્યારે અરજદાર તરીકે એક વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન આધારને પડકારતા જણાવે છે કે આધારની માહિતી ખાનગી ઓપરેટરો પાસેથી લેવામાં આવે છે. જે આધારની માહિતીને વહેંચી કાઢે છે અને તેઓ કોઈના નિયંત્રણમાં નથી. તેઓ લોકોના મુળભુત અધિકારોનો બેફામ દુરઉપયોગ કરી રહ્યા છે. બેંચે નોંધ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ. એસ. ધોનીની આધાર માહિતી પણ જાહેર થઈ ચુકી છે.
દિવાને દાવો કર્યો હતો કે આધારની પ્રક્રિયા પહેલાથી જ દુષિત કરવામાં આવી છે. સરકારે લોકોની ખાનગી વિગતોને ઓપરેટરોને આપવી જોઈએ નહી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૪૯ હજાર ઓપરેટરો બ્લેક લિસ્ટમાં છે અને આધાર વિના કોઈ વ્યકિત બેંક એકાઉન્ટ ન ધરાવી શકે, હરીફરી ન શકે, વિમા પોલીસી ન મેળવી શકે તે કયાંનો ન્યાય છે? જેની દલિલો જારી જ રહી છે તો આ કેસ અંગેની આગામી સુનાવણી ૨૩ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.