કોંગ્રેસ અ્ધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિવટર પર ટિવટ કરીને મોદી સરકાર પર તાતા તીર તાકયા
શું ફરજીયાત આધાર લોકોને ‘અસુરક્ષિત’ કરશે? કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિઆ ટિવટર પર ટિવટ કરીને પ્રત્યક્ષ રીતે આમ કહ્યું હતું.
તેમણે ટિવટ કરીને મોદી સરકારનાં આધાર પ્રોગ્રામને ‘કમ્પલસરી વેપન ટુ ડિસ્એમ્પાવર સિટિઝન્સ’ એવું લખ્યું છે. તેનો સીધો મતલબ એ થાય છે કે શું ફરજીયાત આધાર ભારતના લોકોને, નાગરીકોને ‘અસુરક્ષિત’ કરશે? કે ‘અસુરક્ષિત’ કરવા માટેનું હથિયાર છે. તેમણે ટિવટર પર યુપીએ સરકારનાં શાસનમાં આધાર અને અત્યારે એનડીએ સરકારનાં શાસનમાં આધારની તુલના કરી છે. તેમણે કહ્યું કે યુ.પી.એ. સરકાર (કોંગ્રેસ)ના શાસનમાં આધાર એ મરજીયાત અને સ્વૈચ્છીક રીતે અપનાવાતી સીસ્ટમ હતી. જયારે એનડીએ સરકાર (બીજેપી) સરકારના શાસનમાં તો આએક ગળામાં પહેરાવાયેલું ફરજીયાત હથીયાર સમુ છે. જે નાગરિકોને અધિકાર વિહાણો પાવર વિહીન અને અસુરક્ષિત બનાવે છે.
ટુંકમાં રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી વધુ સક્રિય બન્યા છે. અને સોશ્યલ મીડીયાનો ભરપૂર ઉપયોગ કરે છે.