• વિશ્ર્વ કક્ષાના મશીન ટુલ્સ પ્રદર્શનનો સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે પ્રારંભ: પ્રથમ દિવસે જ 1પ હજારથી વધુ લોકો પ્રદર્શન નિહાળ્યું

બજારમાં રાજકોટ પરંપરાગત મશીન ટુલ્સ પૂરાં પાડવામાં અગ્રેસર તરીકે ઉભરી રહ્યું છે. તે પશ્ચાદભૂમિકા વચ્ચે રાજકોટના આંગણે બે વર્ષ બાદ મશીન ટુલ્સ એસોસીએશન અને કે એન્ડ ડી કોમ્યુનિકેશન દ્વારા આજથી 28 સપ્ટેમ્બર સુધી મશીન ટુલ્સ એકઝીબિશનનો સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે પ્રારંભ થયો છે. એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આ એકઝીબિશન માટે 750 ફુટ લાંબા 2 જર્મન ડોમ એ.સી. ડોમ,  4 જેટલી ઇમ્પોર્ટડ કેમિકલ ટોયલેટ વેન, જરૂરિયાત મુજબ સિમેન્ટ ફ્લોરિંગ, વિશાળ પાર્કિંગ, રજિસ્ટ્રેશન ઓફિસો, ફૂડ કોર્ટ બન્યા છે. સમગ્ર એક્સિબિશનને ફાયર સેફ્ટીનું ખુબજ ધ્યાન રાખવામાં આવેલ છે.આવિશ્વ કક્ષાના મશીન ટુલ્સ પ્રદર્શનમાં દેશ-વિદેશના મશીન ટુલ્સ ઉદ્યોગના ટોચના ઉત્પાદકોએ ભાગ લીધો છે. આજે પ્રથમ દિવસે જ આ પ્રદર્શનને નિહાળવા રાજકોટ સહિત સમગ્ર દેશ-વિદેશમાંથી ઉદ્યોગકારો ઉમટી પડ્યા હતા. તમામે એકી અવાજે આ પ્રદર્શનને નિહાળી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પહેલા રાજકોટના ગજઈંઈ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન તેમજ કે એન્ડ ડી દ્વારા આયોજિત વિશ્વ કક્ષાના મશીન ટૂલ્સ પ્રદર્શનનો પ્રારંભ સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે કરાયો હતો આ મશીન ટૂલ્સ પ્રદર્શનમાં દેશ વિદેશના 350 ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે. આજે પ્રદર્શનને ખુલુ મુક્યા બાદ પરશોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે મશીન ટુલ્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજકોટ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હબ બનવા જઈ રહ્યું છે વધુમાં તેઓએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ ઉત્પાદન કંપનીઓ આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે તે જ દર્શાવે છે કે રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરિંગમાં કેટલી પ્રગતિ કરી છે રાજકોટનો વિકાસ કુદકે અને ભુસકે વધી રહ્યો છે. ત્યારે આ મશીન ટુલ્સ પ્રદર્શન રાજકોટના વિકાસને નવો બુસ્ટર ડોઝ આપશે.

ઉલ્લેખનીય છે કે, મશીન ટુલ્સ ઉત્પાદન ક્ષેત્ર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ ધરાવતાં રાજકોટના મશીન ટુલ્સ ઉદ્યોગ માટે વિકાસના નવા દ્વાર ખોલવા માટે રાજકોટ મશીન ટુલ્સ એસો. દ્વારા તારીખ રપ થી ર8 સપ્ટેમ્બર 20ર4 સુધી રાજકોટના આજી જી.આઇ.ડી.સી નજીકના ગ્રાઉન્ડ ખાતે વિશ્વ કક્ષાનું મશીન ટુલ્સ પ્રદર્શન યોજાઇ રહયુ છે. આ મશીન ટુલ્સ પ્રદર્શનમાં પણ વિશ્વના 14થી વધુ દેશોયુ.એસ.એ., જર્મની, નેધરલેન્ડ, સ્વીઝરલેન્ડ, સાઉથ આફ્રીકા, યુ.કે.,તુર્કી, સ્પેન, તાઈવાન, ચાઈના, જાપાન, કોરીઆ, ઈટાલી, યુ.એ.ઈ., થાઈલેન્ડ અને સિંગાપોર ઉત્પાદકો ભાગ લઇ રહ્યા છે.

આજના શુભારંભ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ રાજકોટ મશીન ટુલ્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ યોગીન છનિયારા તેમજ તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આજના કાર્યક્રમમાં રાજકોટ 70 ના ધારાસભ્ય રમેશ ટીલાળા, રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, એનએસઆઇસીના ચેરમેન શુભ્રાંશુ આચાર્ય તેમજ એનએસઆઇસીના જનરલ મેનેજર પી કે ઝા ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.