આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવી અને આ આહલાદક દ્રશ્યને વિશ્ર્વ ફલક પર લઇ જવા અત્યાર સુધી જે ઇવેન્ટ માટે અમદાવાદમાં યોજાતી તેને ગત વર્ષથી રાજયમાં અલગ અલગ મહત્વના સ્થળોએ પણ ઉજવવાની સરકારની પહેલને ધારી સફળતા મળી છે. ગતફ વર્ષે દ્વારકાના રૂક્ષ્મણી મંદી પટાંગણ ખાતેના વિશાળ મેદાનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટીવલથી પ્રેરાઇને આ વર્ષે પણ એજ લોકેશનમાં ૧૧મી જાન્યુઆરીના રોજ સરકાર દ્વારા કાઇટ ફેસ્ટીવલ ૨૦૧૮ યોજવામાં આવનાર છે.
આ ઇન્ટરનેશનલ ઇવેન્ટની સફળતા માટે અને સુંદર ઓપ આપવા માટે દ્વારકાના પ્રાંત અધિકારી પી.એ.જાડેજાના અઘ્યક્ષ સ્થાને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાઇટ ફેસ્ટીવલ ને લગતા મુદ્દાઓ જેવા કે આવનારા આંતરરાષ્ટ્રીય પતંગ પ્રેમીઓની સગવડતા, ઉપસ્થિત સ્થાનીકો માટે યોગ્ય આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમો કાઇટ માટેના સ્ટોલ, સ્વચ્છતા પ્રાથમીક સુવિધા વગેરેની વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં દ્વારકા નગપરાલિકાના ચીફ ઓફીસર હોટલ એસોસીએશન પીજીવીસીએલ માર્ગ અને મકાન શિક્ષણ તથા ટુરીઝમ વિભાગના અધિકારીગણ ઉ૫સ્થિત રહ્યા હતા.