- કલાકારો: સની લીઓની, અરબાઝખાન, ગૌહર ખાન, આર્ય બબ્બર
- પ્રોડયુસર: બિજલ મહેતા
- ડાયરેકટર: રાજીવ વાલિયા
- મ્યુઝિક: રાજુ અંશુ
- ફિલ્મ ટાઈપ: રોમેન્ટિક થ્રિલર
- ફિલ્મની અવફધી: ૧ કલાક ૫૦ મિનિટ
- સિનેમા સૌજન્ય: કોસ્મોપ્લેકસ
- રેટિંગ: ૫ માંથી અઢી સ્ટાર
સ્ટોરી:રોનક (સની લીઓની) એન્ટીક પીસ અને પેઈન્ટિંગ સ્ટોરની માલિક છે એકવાર તેની પાસે એક એવી તસવીર આવે છે જે હુબહુ તેના જેવી જ દેખાય છે. તેણે તપાસ કરતા માલુમ પડે છે કે તસવીર વીર (અરબાઝ ખાન) નામના એક અબજોપતિએ બનાવી છે જે માત્ર શોખથી પેઈન્ટિંગ કરે છે. આ ચહેરો હંમેશા તેના સપનામાં આવે છે. સની તેને મળે છે. બંને વચ્ચે રોમાન્સ શ‚ થઈ જાય છે. કહાની મેં ટિવ્સ્ટ… વીર એકાએક ગાયબ થઈ જાય છે. આગળ શું થાય છે તે જાણવા તમારે ફિલ્મ ‘તેરા ઈન્તેઝાર’ જોવી જ રહી.
એકિટંગ:સની લીઓનીની ફિલ્મ જોવા દર્શકો શું કામ જાય છે ? ફિલ્મમાં સનીનો સેકસી લુક પડદા પર આવે એટલે આગલી હરોળના દર્શકોના પૈસા વસૂલ થઈ જાય. આ સિવાય તેના ભાગે કશું કરવાનું આવ્યું નથી. અરબાઝ ખાને એકટર તરીકે કમ બેક કરવાની સારી કોશિશ કરી છે. બાકીના કલાકારો ગૌહર ખાન, આર્ય બબ્બર વિગેરેના ભાગે વધુ ફુટેજ આવ્યું નથી. આર્ય બબ્બર અભિનેતા કમ નેતા રાજ બબ્બરનો પુત્ર છે તે પંજાબી ફિલ્મો સિવાય ચાલતો નથી.
ડાયરેકશન: ફિલ્મ તેરા ઈન્તેઝારનું જમા પાસુ છે સન્ની લીઓની અને અરબાઝ ખાન વચ્ચેના રોમેન્ટીક સીન. આ સિવાય ફિલ્મના નયનરમ્ય લોકેશન્સ અને ફોટોગ્રાફી પ્રશંસાને પાત્ર છે. ડાયરેકટર રાજીવ વાલિયાએ ફિલ્મની લંબાઈ માત્ર પોણા બે કલાકની રાખીને ડહાપણભર્યું કામ કર્યું છે જેથી સેક્ધડ હાફમાં પણ દર્શકોનો રસ જળવાઈ રહે છે. ટૂંકમાં ફિલ્મની અવધિ ૧ કલાકને ૫૦ મિનિટની જ છે એટલે ફિલ્મની રફતાર ધીમી પડતી નથી અને થ્રિલ જળવાઈ રહે છે.
મ્યુઝિક:રાજ અંશુ નામના નવોદિત-ઉભરતા મ્યુઝિશિયને ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે. અરમાન મલિકના અવાજમાં ખાલી ખાલી દિલ અને મેં હું સેકસી બાર્બી ગર્લ ગીતો જાણીતા બની શકયા છે. પડદા પર સનીનું આઈટમ ગીત મળે છે. ઓવરઓલ: ‘તેરા ઈન્તેઝાર’ સની લીઓનીના ચાહકોને ગમે તેવી રોમેન્ટિક-થ્રિલર મૂવી છે. પુખ્ત વયના અન્ય વર્ગના દર્શકોને પણ ફિલ્મ બોર નહીં કરે ટાઈમપાસ ફિલ્મ છે.