યુવા સંમેલનમાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલના શબ્દબાણ: કૌશલ્યવાન યુવાનો જ દેશની બુનિયાદ: યુવાનોના વિકાસમાટે અનેક સવલતો અને યોજના ભાજપ સરકારે આપી છે: યુવાનોમાં નેતા અને વ્યક્તિ તરીકે વિજયભાઈ લોકપ્રિય
ભાજપ સરકારે હંમેશા યુવાનોના વિકાસને અગ્રતા આપી છે કારણ કે, સ્કીલ્ડ યુવાન જ દેશને વિકાસની ઊંચાઈએ લઈ જઈ શકે. આ માટે કેન્દ્ર તા રાજ્યની ભાજપ સરકારે અનેક સવલતો આપી છે અને અનેક યોજનાઓ અમલી બનાવી છે. પરંતુ વાંકદેખી કોંગ્રેસ અને તેના નેતાઓ રાજ્યના યુવાધનને જ્ઞાતિવાદના દુષણમાં ઢસડી રહી છે અને યુવા પેઢીને બરબાદી તરફ ધકેલે છે. એમ જણાવી રાજકોટ પશ્ચિમ બેઠક પરના ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સર્મનમાં યાજોયેલા યુવા સંમેલનમાં રાજકોટ મહાપાલિકા સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલે યુવાનોની ભૂતકાળની અને વર્તમાનની સ્િિત વર્ણવી હતી.
રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ હિસ્સાઓમાં યોજાઇ રહેલા યુવા સંમેલનો અને જુ બેઠકોમાં યુવાનોની ઉપસ્િિત પણ નોંધપાત્ર રીતે દેખાઈ રહી છે. મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ભાજપના યુવા સંમેનલોમાં હાજર રહે છે. વિજયભાઈ રૂપાણી અને ભાજપ સરકારની યુવભિમુખતા નવી પેઢીને આકર્ષી રહી છે. ટેક્નોલોજી અને કોમ્પ્યુટરના શિક્ષણ અને તાલીમ માટે સરકારે લીધેલા પગલાઓની ચોમેર પ્રશંસા ઈ રહી છે.
૬૯ રાજકોટ પશ્ચિમ મત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં યુવાનોને અને સનિક રહેવાસીઓને સંબોધન કરતા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ અને યુવા કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યુ કે, યુવાનોને આ સરકારે સતત પ્રોત્સાહન આપ્યું છે. ઉચ્ચ શિક્ષણ માટે એટલી તકો ખોલી છે કે રાજકોટ અને ગુજરાતમાં આખો માહોલ ઊભો યો છે. ૧૯૯૫ પહેલાં પાંચ(૫) એનીજિનિયરિંગ કોલેજ હાઇટ આજે ૧૭ જેટલી કોલેજોમાં વિર્ધાીઓ અભ્યાસ કરી રહ્યા છે. નાના નાના સેન્ટરોમાં પણ સરકાર ટેકનિકલ શિક્ષણ લઇ જવા કટિબદ્ધ છે, નવરચિત કુકરમુંડા અને ડોલવાન તાલુકાઓમાં નવી બે આઈ.ટી.આઈ. શરૂ કરવા નિર્ણય લેવાયો છે. આઈ.ટી.આઈ.ના ૨ લાખ તાલીર્માીઓને સ્ટાઇપેન્ડ આપવાનો નિર્ણય પણ યુવાનોએ આવકાર્યો છે એવું બંને કોર્પોરેટરોએ કહ્યું હતું.
વિજયભાઇ રૂપાણી યુવાનોની વાત સમજે છે, જાણે છે અને વિર્દ્યાી કાર્યકર રહી ચૂક્યા છે એટલે સમયના બદલાતા પ્રવાહની સો વિર્દ્યાીઓમાં પણ કેવો ઉત્સાહ અને ખંત હોય એનો પણ એમને ખ્યાલ છે. ગુજરાતનાં ૪ ઝોનમાં ઝોન દીઠ એક-એક મોબાઈલ સાયન્સ લેબની સુવિધા ઊભી કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. પ્રામિક શિક્ષણ કચેરીની તમામ કામગીરી ઓનલાઈન કરવા માટે ઓનલાઈન પોર્ટલ શરૂ યું છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મેડિકલના અભ્યાસ માટે ૫૦ ટકા ટ્યુશન ફીની સહાય રૂ. બે લાખની મર્યાદામાં આપવામાં આવે છે. તો અત્યાર સુધીમાં ૧૦ શાળાઓની પસંદગી “અટલ ટીકરિંગ લેબોરેટરી માટે કરાઇ છે. ૧૨૦૦ પ્રામિક શાળાઓ માટે ૨૪૦૦ વર્ગખંડોના ૮૪૦૦૦૦ વિર્દ્યાીઓ માટે કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ, આઈઆર કેમેરા સહિતની સવલતો ઊભી કરાઇ છે. ઇ-લર્નિંગ આધારિત સ્માર્ટ શાળા પણ શરૂ ઈ છે.
જૂ સભાઓ ઉપરાંત આ વિસ્તારમાં યુવા સંમેલનો પણ સારી રીતે મળી રહ્યા છે. યુવાનો એવું કહે છે કે, વ્યક્તિ તરીકે અને શાસક તરીકે વિજયભાઈ આજના દોરમાં સુસંગત અને યુવાનોને પોતાના લાગે એવા ડાયનેમિક નેતા છે.