પેલેસ્ટાઈન સંગઠનના લોકો હથિયારો સાથે દેશમાં પણ ઘુસી ગયા, ઈઝરાયેલે પણ વળતા જવાબ આપવાનું શરૂ કર્યું
પેલેસ્ટાઈન સંગઠન હમાસે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ વડે હુમલો કર્યો છે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાંથી 2,200 રોકેટ છોડવામાં આવ્યા હતા. હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું- ઇઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે અને અમે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોને આની કિંમત ચૂકવવી પડશે.
હમાસ દ્વારા હુમલા શરૂ થયાના લગભગ 5 કલાક બાદ નેતન્યાહૂએ પહેલું નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું- હુમલામાં ઘણા લોકોના માર્યા જવાના સમાચાર છે. લગભગ 300 લોકો ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસ્યા છે. ઈઝરાયેલના પશ્ચિમી નગરોમાં સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે.
હમાસે શનિવારે સવારે લગભગ 8 વાગે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેરો પર રોકેટ છોડ્યા હતા. રિપોર્ટ અનુસાર આ રોકેટ રહેણાંક ઈમારતો પર પડ્યા છે. 6 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. હમાસે આ હુમલાઓની જવાબદારી લીધી છે અને ઈઝરાયેલ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. અહીં, ઇઝરાયેલી સેનાએ ’ઓપરેશન આયર્ન સ્વોર્ડ’ શરૂ કર્યું છે. સેના હમાસની જગ્યાઓ પર હુમલો કરી રહી છે. અગાઉ સેનાએ કહ્યું હતું કે તે યુદ્ધ માટે તૈયાર છે. સેનાએ તેના સૈનિકો માટે ’રેડીનેસ ફોર વોર’નું એલર્ટ જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે મેં હમાસ આતંકવાદી જૂથ સત્તામાં આવ્યા બાદ 2007થી ઈઝરાયેલે ગાઝા પર સખત નાકાબંધી કરી છે. પેલેસ્ટિનિયન આતંકવાદીઓ અને ઇઝરાયેલ ત્યારથી અત્યાર સુધી અનેક વિનાશક યુદ્ધો લડ્યા છે. સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે ફરી તણાવ વધ્યો હતો. ઇઝરાયેલે ગાઝાન કામદારો માટે બે અઠવાડિયા માટે સરહદ બંધ કરી દીધી. આ પછી ઘણા દેખાવો થયા. ઇઝરાયેલી સૈનિકો પર પથ્થરો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા. જવાનોએ ટીયર ગેસના શેલ અને ગોળીઓથી જવાબ આપ્યો હતો.
રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગવિરે શનિવારે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ જાહેર કરી. ઇઝરાયેલની રાષ્ટ્રીય બચાવ સેવાએ શનિવારે જણાવ્યું કે હમાસના હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. 500 થી વધુ લોકો ઘાયલ થયા અને કેટલાક નાગરિકોને બંધક બનાવ્યા.
“અમે યુદ્ધમાં છીએ,” ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇઝરાયેલના પ્રદેશોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ હુમલાઓ પછી કહ્યું હતું. “દુશ્મનને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે,” તેમણે કહ્યું હતું.
ઇઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર
ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી છે. ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરો, બિન-જરૂરી કામ માટે બહાર ન જશો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. ભારતીય નાગરિકોને ઈઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં, તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એમ્બેસી હેલ્પલાઈન નંબર +97235226748 છે અને ઈમેલ આઈડી http://consl.telavivmea.gov.in/ છે.