અમદાવાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા નિવારવા લેવાયેલો નિર્ણય
અમદાવાદમાં રાજમાર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. ખાસ કરીને સ્કૂલ બસો, એસ.ટી.બસો તથા અન્ય ભારે વાહનોના લીધે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો અવાર-નવાર સર્જાય છે. હવે આ સમસ્યા નિવારવા માટે તમામ બસોને બીઆરટીએસ ફાસ્ટ ટ્રેક પર મુકવાનો સ્ટેટ રોડ સેફટી કાઉન્સિલે નિર્ણય લીધો છે. એએમટીએસના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ અત્યારે કુલ ૫૩ બસો મિકસ ટ્રાફિક લેન પર છે. તેને બીઆરટીએસ કોરિડોરમાં શિફટ કરાશે. એએમટીએસની બસો ઉપરાંત ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી) અને અમુક સ્કૂલોની બસોને પણ બીઆરટીએસ કોરિડોરમાં ફાસ્ટ ટ્રેક પર લેવાની વિચારણા છે.