એફોર્ડેબલ હાઉસિંગ માટે આઈએફસી, એચડીએફસીએ ૫૨૦૦ કરોડનું ભંડોળ એકઠુ કર્યું
અફોર્ડેબલ હાઉસિંગ માટે આઈએફસી એચડીએફસીએ ૫૨૦૦ કરોડ ‚પિયાનું ભંડોળ એકઠું કર્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન ૨૦૨૨ સુધીમાં હાઉસિંગ ફોર ઓલ એટલે કે ‘બધા લોકોને ઘરનું ઘર મળે’ તે માટે આઈએફસી અને એચડીએફસીએ ૭૫ અને ૨૫નો રેશિયો મુજબ ભંડોળ એકઠુ કર્યું છે.
એક અંદાજ મુજબ ૧.૯૬ કરોડ એફોર્ડેબલ હોમની યોજના છે. જેમાં ૧.૧૦ કરોડ ઘર શહેરી વિસ્તાર અને ૦.૮૬ કરોડ ઘર ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવશે. અર્ફોડેબલ યોજના થકી ૨૦૨૨ સુધીમાં ૧૦ કરોડ ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળશે. તેમના માથે પોતાની માલિકીની છત ઉભી થશે.
આઈએફસીના સીનીયર ઓફિસિયલ સુબ્રતા દત્તા ગુપ્તાએ મીડિયાને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,
અફોર્ડેબલ હોમ્સ પ્રોજેકટથી ઘરવિહીન લોકોને ઘરનું ઘર મળશે એટલે તેમનું જીવન ધોરણ સ્વાભાવિક રીતે જ સુધરશે એટલું જ નહીં રોજગારીમાં પણ વધારો થશે. કેમ કે આટલા મોટા પ્રોજેકટમાં બેરોજગારોને નોકરી પણ મળશે. આમ આ યોજના ‘એક પંથ દો કાજ’ જેવી છે.
આ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેબિનેટે કારપેટ એરિયામાં વધારો કરવા મુદ્દે મંજૂરી આપી છે. મિડલ ઈન્કમ ગ્રુપ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રેડિટ લિંકડ સબસિડી સ્કીમના લાભાર્થીઓ માટે કારપેટ એરિયા ૯૦ સ્કેવર મીટર (૯૬૮.૭૫૨ સ્કેવર ફુટ)થી વધારીને ૧૨૦ સ્કવેર મીટર (૧૨૯૧.૬૬૮ સ્કેવર ફુટ) કરવામાં આવ્યો છે. એમ.આઈ.જી.-૨ કેટેગરીમાં કારપેટ એરિયા ૧૧૦ સ્કવેર મીટર (૧૧૮૪.૦૩ સ્કવેર ફુટ) થી વધારીને ૧૫૦ સ્કવેર મીટર (૧૬૧૪.૫૮૫ સ્કવેર ફુટ) કરવામાં આવ્યો છે. આ ફેરફાર આગામી તા.૧ જાન્યુઆરીથી લાગુ કરાશે.
બજેટ-૨૦૧૭માં સૌને ઘરનું ઘર આપવા કેન્દ્ર સરકારે એફોર્ડેબલ હાઉસિંગની જોગવાઈ કરી હતી. શ‚આતમાં આ યોજના માટે ૩ વર્ષનો ટારગેટ નકકી કરાયો હતો પરંતુ હવે તેમાં ૨ વર્ષનો વધારો કરી આગામી ૫ વર્ષના એટલે કે ૨૦૨૨માં પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે.