કોંગ્રેસ જો સત્તામાં આવશે તો ઉધોગકારોને સત્તાવતી સમસ્યાનો નિકાલ કરાશે
સુરત ખાતે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ વ્યાખ્યાનો આપવા માટે તેમને વર્ષો લાગશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, તેઓ લોકોની મુશ્કેલીઓ સાંભળવા તૈયાર છે અને કઈ રીતે તેનો ઉકેલ લાવી શકાઈ તે કરવા પ્રયત્નશીલ પણ છે. રાહુલ ગાંધીએ ભાજપ તરફ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તફાવત છે અને તફાવત એ છે કે ભાજપ માત્ર વ્યાખ્યાન આપવામાં જ માને છે, જયારે કોંગ્રેસ કામ પૂર્ણ કરવામાં.
ભાજપ લોકોની વાત સાંભળવા નથી માંગતી પરંતુ તેઓ મોટા અવાજે વ્યાખ્યાન આપવામાં માને છે. ઉધોગકારો સાથે વાતચીતમાં રાહુલ બાબાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ ખુબ જ સારી રીતે વાત કરવામાં માહિર છે પરંતુ મને મોદીજીની જેમ લેકચર આપતા નથી આવડતુ અને મોદીજીની જેમ વ્યાખ્યાન આપવા માટે ખુબ જ સમય લાગશે. જયારે અમેઢીના ૪૭ વર્ષના સાંસદે જણાવતા કહ્યું હતું કે, તેમની વિચારસરણી બદલાઈ ગઈ છે. કારણકે, તે અગાઉ સિસ્ટમમાં નબળા લોકોને મદદ કરવા માંગે છે, પરંતુ હવે તેમનો પ્રયાસ સમગ્ર પ્રણાલીને મજબુત બનાવવાનો છે. જેથી તે ઝડપથી કામ કરી શકે.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે તમારી સમસ્યાઓ અમને લેખિતમાં આપો હા, હું આપને વચન નહીં આપી શકું પરંતુ સમસ્યાની તપાસ જ‚રથી કરવામાં આવશે અને જો કોંગ્રેસ સતામાં આવશે તો સમસ્યાનો નિકાલ કરવા પગલા અને વિચારણા પણ કરાશે. કોંગ્રેસના નેતાઓએ ખાતરી આપી હતી કે, તેઓ અને તેમની પાર્ટી ઉધોગો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનું ધ્યાનથી સાંભળશે અને સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે દિશામાં પગલા પણ લેવામાં આવશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, યુપીએ સરકારની મુખ્ય યોજનાઓ જેવી કે મનરેગા અને જમીન સંપાદન અધિનિયમ અમલમાં મુકવામાં આવ્યા હતા. અંતમાં વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, તેઓ બ્લેક ડેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા જે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા પ્રમોટ કરવાના પ્રથમ વર્ષગાંઠ નિમિતનો ચિન્હ છે.