દેશમાં રોજગાર છીનવતી મલ્ટી નેશનલ કંપનીઓ વિશે વડાપ્રધાનને વિસ્તૃત રજુઆત કરતા ઓરેવા ગ્રુપના એમ.ડી
છેલ્લા સાડાચાર દાયકાથી વિશ્વભરમાં ડંકો વગાડનાર મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના એમ.ડી.જયસુખભાઈ પટેલે ઓનલાઇન શોપિંગના ટ્રેન્ડને કારણે આવનાર સમયમાં દેશમાં રોજગારીનો બહુ મોટો પ્રશ્ન ઉભો થવા અંગે ભીતિ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિસ્તૃત રજુઆત કરી છે
રજુઆતમાં જણાવાયું છે કે આજે આપણાં દેશમાં કુદકે-ભૂસકે ઓનલાઈન સેલ્સ,ઓનલાઈન ટ્રેડીંગ,સુપર માર્કેટ,મોટા મોટા મેઈન સ્ટોર્સ વગેરે વધતા જાય છે, દેશના કરોડો લોકો આ સર્વિસનો લાભ મેળવે છે અને આ સર્વિસ ના કારણે નવા રોજગાર પણ ઉભા થયા છે, પરંતુ જો આપણે ૧૦૦લોકોને રોજગાર છીનવીને નવા ૧૦ લોકોને રોજગાર આપીએ એ સારી વાત નથી.
આજે ભારતમાં બીગ માર્ટ,સ્ટાર બજાર,ડ્રાઈપર સીટી,નેશનલ હેન્ડલુમ જેવી કંપનીઓ મોટા શોપીંગ મોલ અને બીગ સુપર માર્કેટથી દરેક પ્રકારનો રીટેઈલ બીઝનેસ કરે છે, એની સાથે સાથે એમાઝોન, ફલીપકાર્ડ, સ્નેપડીલ, ઈ-ઝોન, મીબોગ, હોમશોપ-૧૮ જેવી કંપનીઓ પણ રીટેઈલ બીઝનેસ અબજો,કરોડો રૂા.નું ટર્નઓવર આ કંપનીઓ કરે છે અને દર વરસે તેઓનું સેલ્સ વધતું જાય છે અને એના કારણે નવા રોજગાર ઉભા થાય છે. આ એક સીકકાની એકસાઈડ છે.
આપણે સીકકાની બીજી સાઈડનો વિચાર કરીએ તો આપણા દેશમાં લગભગ ૧૦૦ કરોડથી પણ મોટો જનસમુદાય છે અને તેમાંથી કરોડો લોકોનું ગુજરાન અને રોજી-રોટી ફકત રીટેલ વેચાણ જેવા કે નાના દુકાનદારો,રીટેલ વાળા,કેબીન તથા ફેરીવાળા,નાના મોટા શો-રૂમ વાળા,અનાજ કરીયાણું વાળા વગેરેની કરોડોની સંખ્યામાં દેશમાં છે અને દરેકની સાથે ૨ થી ૩ વ્યક્તિઓનું ગુજરાન (રોજી-રોટી) આ નાના રીટેલર્સના કારણે થાય છે અને દેશભરમાં કરોડો ફેમીલીને પોતાનો રોજગાર,ધંધો,વેપાર કરીને જીવન જીવે છે જે આપણે બધા જાણીએ છીએ.
આપણા દેશને કુદરત તરફથી એક અમૂલ્ય ભેટ મળેલ છે જે વિશાળ જન સમુદાય છે અને આપણે વધારેમાં વધારે લોકોને કામ,રોજગાર,વેપાર-ધંધો મળે તેવું આયોજન કરવું જરૂરી છે.
દુનિયામાં જે દેશોમાં માનવ સમુદાય બહું જ ઓછો છે અને તે ડેવલોપ થયેલ દેશો છે અને આ દેશોને રોજગારના પ્રશ્ર્નો નથી માનવ શક્તિની વેલ્યુ બહું જ ઉંચી છે, પીએઆર કેપીટલ ઈન્કમ ઘણી જ વધારે છે તેવા દેશોમાં આ સુપરમાર્કેટ,શોપીંગ મોલ,ઓનલાઈન સેલ્સ,ઓનલાઈન ટ્રેડીંગ વગેરે બરાબર છે. પરંતુ આપણા દેશમાં આથી ઉલટુ છે અને આપણે ૧૦૦૦ લોકોનો રોજગાર છીનવીને નવા ૧૦૦ લોકોને રોજગાર આપીએ છીએ અને એ રસ્તે આજે દેશ દિવસેને દિવસે આગળ વધતો જાય છે.
આજ પરિસ્થિતિ રહેશે તો હજુ વધારે રોજગારના પ્રશ્ર્નો ઉભા થશે, વધારેમાં વધારે લોકો બેરોજગાર થતા જશે અને એના કારણે દેશમાં અનેક નવા પ્રશ્ર્નો પણ ઉભા થાય તેવી શકયતાઓ નકારી શકાતી નથી.
આજે દેશમાં નાના અને શોરૂમ ધરાવતા લોકોનો વેપાર (ટર્નઓવર) કામ,બીઝનેસ,પ્રોફીટ વગેરે ઘટતા જાય છે અને આ મલ્ટીનેશનલ કંપનીઓના બીઝનેસ અબજો-કરોડોમાં વધતા જાય છે અને એના કારણે લોકોનો રોજગાર (રીટેલ બીઝનેસ) માં ઓછો થતો જાય છે. લોકો બેકાર બનતા જાય છે તે સ્વાભાવિક છે.
આપણે પણ વિકસીત તવું જોઈએ પરંતુ સાથે સાથે આપણી મર્યાદાઓ,કુદરતી સોર્સ,આપણી વાસ્તવિકતા,આપણી સત્ય હકીકતો વગેરેને ધ્યાનમાં રાખીને વિકસીત થવું જોઈએ જો આપણે ૧૨% થી ૧૫% લોકાને ધ્યાનમાં રાખીને વિકસીત થવું જોઈએ નહી પરંતુ દેશની ૮૫ થી ૯૦% લોકોનો પણ ખ્યાલ રાખીને વિકાસ થવો જોઈએ. કોઈપણ એક નાના સીટીનો દાખલો લઈએતો ગુજરાતના વાંકાનેર જેવા સીટીમાં કદાચ ૧૦૦૦૦ ની આસપાસ નાના હશે અને દરેકને ૧ થી ૨ વ્યક્તિનો સ્ટાફ હશે એટલેકે લગભગ ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ ફેમીલીનું ગુજરાન ફકત આ રીટેલર્સના કારણે ચાલતુંહશે જો આજ સીટીમાં જો મોટી સુપર માર્કેટ, શોપીંગ મોલ,ઓનલાઈન ટ્રેડીંગ જેવી કંપનીઓ રીટેલ બીઝનેસ આવશે તો ૨૦૦૦ થી વધારે લોકોને નવો રોજગાર નહીં મળે અને તેની સામે ૨૦ થી ૨૫ હજાર લોકોના રોજગાર ઉપર ભયંકર અસર ઉભી થવાની શકયતાઓ પ્રબળ બની શકે. આ ઓનલાઈન,સુપર માર્કેટ,મોટી રીટેલ ચેઈનમાં જે કંઈપણ પ્રોડકટનું સેલ્સ કરવામાં આવે છે તેમાં ૭૦% થી ૮૦% જેવી પ્રોડકટ ફકત ઈમ્પોર્ટ કરીને સેલ્સ કરવામાં આવે છે. (જેમાં ઈન્ડીયન બ્રાન્ડની પ્રોડકટ પણ ઈમ્પોર્ટ કરવામાં આવેલ હોય છે) જેના કારણે ઈન્ડીયાની ડોમેસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ (સ્મોલ તથા મીડીયમ) વાળાને ખૂબ જ મોટો માર પડે છે અને ડોમેસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ વાળાનું સેલ્સ પણ દિવસે ને દિવસે ઘટતું જાય છે જેના કારણે ડોમેસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં પણ દિવસે ને દિવસે રોજગાર ઓછા થતા જાય છે. આ મલ્ટીનેશનલ કંપનીઓની કોન્ટીટી ખૂબ જ મોટી હોય છે જેથી ચાઈનાથી ખૂબ જ ઓછા ભાવમાં પ્રોડકટ પરચેઝ કરે છે. ડોમેસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ વાળા એને કોમ્પીટ કરી શકતા નથી અને ધીરે ધીરે તેઓની મારકેટ ગુમાવતા જાય છે જે એક કડવી વાસ્તવિકતા છે