8 નવેમ્બર ગુજરાત રહેશે કેજરીવાલ: ચાર દિવસમાં 11 રોડ શો કરશે: મુખ્યમંત્રી પદની રેસમાં આપ નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાંચ દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ આઠ નવેમ્બર સુધી ગુજરાતમાં રહેશે.ચાર દિવસમાં 11 જેટલા રોડ શો કરશે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ આજે બપોરે 2 વાગ્યે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. પાર્ટીના અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. 29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને જખજ, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.
અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે આજે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી પદની રેસમાં આપ નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. કેજરીવાલ આજે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આપ એ જાહેર કરી નવમી યાદી, આ 10 સીટો પર ઉમેદવારોને મળી ટિકિટ
ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કાંતિજી ઠાકોર, અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પર તાજ કુરેશી, જમાલપુર ખાડિયા બેઠક પર હારુન નાગોરી, દસાડા બેઠક માટે અરવિંદ સોલંકી, પાલિતાણા બેઠક માટે ડો. ણઙ ખેની, ભાવનગર પૂર્વ બેઠક માટે હમીર રાઠોડ, પેટલાદ બેઠક માટે અર્જૂન ભરવાડ, નડિયાદ બેઠક માટે હર્ષદ વાઘેલા, હાલોલ બેઠક પર ભરત રાઠવા અને સુરત પૂર્વ બેઠક માટે કંચન જરીવાલાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે.