આજની બદલાતા યુગની સાથે ટેકનોલોજી પણ ખૂબ જ આગણ વધી રહી છે ત્યારે હવે ડગલેને પગલે ડિજીટલ આવી ગયુ છે. પરંતુ જો તમે હેડફોનનો ઉપયોગ પ્રાઇવેટ વાતો કરતા હોય તો રહેજો સાવધાન કારણ કે દુનિયામાં એટલા હેર્ક્સ વધી રહ્યાં છે તમને ખબર પણ નહી પડે અને હેર્ક્સ તમારા ફોન, હેડફોન, તેમજ મેલને હેક કરી તમારા ખાનગી વિગતો જાણી શકે છે. વિદેશી ન્યુઝ એજન્સી વાપર્ડના રિપોર્ટ પ્રમાણે ઇઝરાયલના રિસર્ચોએ હેડફોન દ્વારા હેકિંગના મામલાનો પર્દાફાશ કર્યો હતો.
મેલવેયર, સોફ્ટવેયર દ્વારા તમારા હેડફોનના માઇક્રોફોનને બદલી શકાય છે. તેમજ તેનાથી તમારી વાતો પણ રેકોર્ડ થઇ શકે છે. ઇઝરાયેલનાં બેન ગ્યુરિયોન યુનિવર્સિટીના રિસર્ચો દ્વારા તેનાં પુરાવા માટે કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. જેમાં તેમણે ચોખ્ખી રીતે બતાવ્યુ છે કે હેકર્સ કઇ રીતે તમારા ઓડિયોને રોકોર્ડ કરી શકે તેમજ તમારા હેડફોન સહિત ફોનને પણ હાઇજૈક કરી શકે છે.તેમજ જ્યારે તમારા હેડફોન તમે કમ્પ્યુટર તેમજ મોબાઇલ ફોનમાંથી કાઢશો ત્યારે તે ડિએબલ થઇ જશે.