એક હજાર ડોઝ આવતા તંત્રએ રાહતમાં શ્વાસ લીધા
અબતક, કીરીટ રાણપરીયા ઉપલેટા
સરકાર દ્વારા લોકોની કોરોના પ્રત્યેની સુખાકારીના ભાગરુપે પ્રિકોશન ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાતના પગલે લોકો બહોળી સંખ્યામાં આ ડોઝ લેવા જોડાઇ રહ્યા છે ત્યારે શહેર તાલુકામાં છેલા બૈ દિવસ થયા રસીનો જથ્થો ન હોવાથી કામગીરી બંધ હતી તે આજથી પુન: શરુ કરાતા
આજથી લોકો પ્રિકોશન ડોઝ લઇ શકશે.
સીવીલ અધિક્ષક ડો. ખ્યાતિ કેશવાલાએ આજે સવારે અબતક સાથે વાત કરતા જણાવેલ કે આજે સવારથી સીવીલ હોસ્પિટલ અર્બન ઓફીસ અને ભાયાવદર સહીતના વિવિધ રસી કરણ કેન્દ્ર ઉપર લોકો પ્રિકોશન ડોઝ ફ્રી માં આપવાની પુન: શરુઆત કરી દીધી છે. આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર ડોઝ આવતા આમાંથી લોકો ડોઝ આપી શકાશે. લોકોએ વહેલી તકે આ ડોઝ લઇ તેના આરોગ્યની જાળવણી કરવી જોઇએ.