કેન્દ્રિય મંત્રી ભુપેન્દ્રભાઇ યાદવ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજકોટ શહેર ભાજપના અગ્રણીઓ રહેશે ઉ5સ્થિત
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં સુરત ખાતે તા. 9 થી 10 ના રોજ સાઉથ ગુજરાત, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ક્ધવેન્શન એન્ડ એકઝીબીશન સેન્ટર, સરસાણા, સુરત ખાતે પ્રદેશ પદાધિકારીની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.
તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરમાંથી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહીત સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ કારોબારી, આમંત્રીત, વિશેષ આમંત્રીત સભ્યો, પ્રદેશ મોરચાના પ્રમુખ શહેર સઁગઠનના પ્રભારી, વિધાનસભાના નિમાયેલા પ્રભારીઓ સહીતના પદાધિકારીઓ બેઠકમાં ઉ5સ્થિત રહેશે.તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરમાંથી આગેવાનો સહીત ર00 થી વધુ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉ5સ્થિત રહેવા રવાના થયેલ હતા. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવેલ હતું કે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી અઘ્યક્ષતામાં અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્રજી યાદવ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં પ્રદેશ પદાધિકારીની બેઠક યોજાઇ રહી છે.
જેમાં આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી અંતર્ગત રણનીતી ઘડાશે તેમજ વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે ત્યારે આ પ્રદેશ પદાધિકારીની બેઠક માં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરમાંથી રપ થી વધુ અપેક્ષીત શ્રેણીના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાવવા રવાના થયેલ હતા.