બીસીસીઆઈએ કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરી: સિંગલ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઓર્ડર આપ્યો હતો
ક્રિકેટર શ્રીસંથ પરનો પ્રતિબંધ હટાવવાના ઓર્ડર સામે બીસીસીઆઈ હાઈકોર્ટમાં ગયું છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે શ્રીસંથ પર મેચ ફિકસિંગના આરોપસર પ્રથમ શ્રેણી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ સિંગલ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો ઓર્ડર આપ્યો છે. હવે બીસીસીઆઈએ તેની સામે કેરલ હાઈકોર્ટમાં પ્રતિબંધ યથાવત રાખવા અપીલ કરી છે. હવે હાઈકોર્ટ આગામી સમયમાં તેની સુનાવણી હાથ ધરશે.
બીસીસીઆઈએ કેરલ હાઈકોર્ટમાં જે અપીલ કરી છે તેને કાનુની ભાષામાં કાઉન્ટર એફિડેવિટ કહેવામાં આવે છે. ૨૦૧૩ના આ મામલામાં ઈન્ડીયન પ્રીમીયર લીગ આઈપીએલ-સીઝન ૬ દરમિયાન શ્રીસંથ ઉપરાંત અંકિત ચવાણ, અજિત ચંડિલા વિગેરે ઉપર પણ મેચ ફિકસિંગના આરોપમાં આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ સિંગલ કોર્ટે પ્રતિબંધ હટાવી લેવા ઓર્ડર આપ્યો હતો.
સ્પોટ ફિકસિંગના કૌભાંડમાં હવે શ્રીસંથ પરનો આજીવન પ્રતિબંધ ન હટાવવા માટે બીસીસીઆઈએ કેરલ હાઈકોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરીને વિવિધ કારણો દર્શાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ આગામી સમયમાં શું નિર્ણય લ્યે છે. બાકી ૩૪ વર્ષના શ્રીસંથ કારકિર્દીનો કયારની પુરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના તેની વાપસીના કોઈ જ ચાન્સ નથી.