સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનને (સીડબલ્યુસી) અદાણી પોર્ટ અને એસઈઝેડમાં કામગીરી કરવાની છુટ મળી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે દરમિયાનગીરી કરીને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનને એસઈઝેડમાં કામગીરી કરવાની છુટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં એસઈઝેડ ઓોરીટીએ સીડબલ્યુસીને નોટિસ જારી કરી કામગીરી અટકાવવા જણાવ્યું હતું. એસઈઝેડના ૩૪ એકટના પ્લોટમાં સીડબલ્યુસી કામગીરી કરતું હતું.પરંતુ અલગ હેતુસર આ જગ્યાની જરૂર છે. તેમ કારણદર્શક નોટિસ આપીને એસઈઝેડએ સીડબલ્યુસીને ગેટ પાસ આપવાના પણ બંધ કરી દીધા હતા અને મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
જો કે સિંગલ જજ બેંચે એચઈઝેડના નિર્દોષ પર સ્ટે આપ્યો ન હતો. ડિવિઝન ત્યારબાદ બેંચે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનને અદાણી પોર્ટ અને એસઈઝેડમાં મુંદ્રા પોર્ટ કચ્છ ખાતે ૩૪ એકરના પ્લોટમાં કામગીરી આવત રીતે કરવાની છુટ આપી છે. એકંદરે હવે સીડબલ્યુસી મુંદ્રા ખાતે અદાણી પોર્ટ સેઝમાં કામગીરી ચાલુ રાખી શકશે કેમ કે હાઈકોર્ટ સેઝના ચીફ ઓપરેટીંગ ઓફિસરની નોટિસ પર સ્ટે આપ્યો છે.