અપચાને લીધે કે વધુ પડતું મસાલેદાર ખાવાને લીધે પેટમાં થતી એસીડીટી કે હાર્ટ બર્ન જેવી સ્થિતિથી તરત જ રાહત અપાવતી ગોળીઓ-સિરપ વગેરેની રૂપકડી જાહેરખબરો ટીવી પર આવતી રહે છે. અમેરિકાના સેન્ટ લુઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એન્ટાસિડ પ્રકારની આ દવાઓ છાનીમાની તમારી કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી આ દવાઓ લીધા કરવાથી સુધીની નોબત આવી શકે છે.
પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ પ્રકારની આ દવાઓ ગેસ્ટ્રિક એસિડનો સ્ત્રાવ ઘટાડી દે છે. સંશોધકોએ ૧.રપ લાખ લોકોનો સ્ટડી કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.