અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને રોડ શૉ દરમિયાન ઠેરઠેર ઢોલનગારા સાથે સ્વાગત કરાયું હતું.પાસના કન્વીનર હાર્દિક પટેલની સંકલ્પ યાત્રા દરમિયાન 182 કારના કાફલા સાથે નિકળી સાંજે 6 કલાકે હળવદના સરા ચોકડી પહોંચતા ભવ્ય આતશબાજી અને ફુલોના હારથી હાર્દિક પટેલનું સ્વાગત કરાયું હતું. આ વેળાએ પાટીદાર સમાજનો લોકો અને પાસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા સાથે હાર્દિક પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે હાર્દિક પટેલનું આગમન થતાં પાસના કાર્યકરોએ સેલ્ફી લેવા ઉત્સુક બન્યા હતા. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા સાથે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.આ સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી પસાર થઈ કેશોદ પહોંચી રાત્રી રોકાણ કર્યા બાદ આવતીકાલે સોમનાથ પહોંચશે. હળવદ પહોંચેલી સંકલ્પ યાત્રામાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હળવદના લોકોને ખબર છે કે વિકાસ હવે ગાંડો થયો છે તે કટાક્ષ કરતા ઉમેર્યું કે હળવદના રોડ-રસ્તા કેવા છે? તે સૌ કોઈ જાણે છે.હળવદ સરા ચોકડી પહોંચેલી સંકલ્પ યાત્રામાં મનોજ પનારા, નિલેશ એરવડીયા, ગીતાબેન પટેલ, ધર્મેશ પટેલ, અનિરૂદ્ધ ઝાલા, વાસુદેવ પટેલ ભીખાભાઈ પટેલ સહિતના રોડ શૉના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Trending
- વોટર મેટ્રોની શક્યતાઓ તપાસવા કોચીની ટીમ સુરત પહોંચી
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર આ 4 જગ્યાએ નવા ટોલનાકા બનશે
- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે 2 વર્ષ માટે બંધ, શા માટે અને શું હશે વૈકલ્પિક રૂટ?
- મોબાઇલથી મન, સંબંધ અને બાળકો પર ગંભીર અસર: શિવાની દીદી
- હવે આયુષ્માન કાર્ડ ઘરે ભૂલાઈ જાય અથવા ખોવાઈ જાય તો આ રીતે કરાવો ફ્રી સારવાર
- Acer એ અમદાવાદમાં પહેલો મેગા સ્ટોર ‘Acer Plaza’ ખોલ્યો
- ધોરાજી: સગીર વયની દીકરી પર દુષ્કર્મ કરનાર પિતાને આજીવન કેદની સજા
- મોરબી: ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા 600 લોકોને ધ સાબરમતી રીપોર્ટ ફિલ્મ બતાવાઈ