શહેરમાં જ ર00 જેટલી ગાયો ઇન્ફોશનનો શિકાર બની: વ્હેલીતકે રસી આપવાની વ્યવસ્થા કરવા માંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો કોરોના મહામારીમાંથી માંડ મુકત થયા છે ત્યાં પશુઓમાં ખતરનાક ચેપી વાયરલ ઈન્ફેકશન ફેલાતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં જ 200 જેટલી ગાયો વાયરલ ઈન્ફેકશનનો શિકાર બનતા જેતે પશુપાલકના વાડાઓમાં ર્ક્વારન્ટાઇન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે આ ગંભીર સ્થિતીમાં સરકારી પશુ ચિકિત્સકો પશુઓને સારવાર આપવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે.સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનું ખતરનાક વાઇરલ ઈન્ફેકશન ફેલાયુ હોવાનું જાણવા મળે છે.
આ ઈન્ફેકશનમાં પશુઓને ભારે તાવ આવે છે દુધ આપવાનું પ્રમાણ ઘટી જાય છે. શરીર ઉપર ઠેરઠેર ચાઠા થઈ જાય છે અને તેમાંથી નીકળતા ચીકણુ પ્રવાહી ઉપર બેઠેલી માખી જેવુ જંતુ બીજા ઉપર બેસે તો તેને પણ ચેપ લાગે છે સમયસર સારવાર ન મળે તો પશુનું મૃત્યુ થઈ જાય છે આ વાયરલ ઈન્ફેકશનનો શિકાર બનેલા પશુને કવોરોન્ટાઈન કરવુ પડતુ હોવાનું નિવૃત નાયબ પશુપાલન નિયામકે જણાવ્યુ છે. સુરેન્દ્રનગર શહેરમાં જ 200 જેટલી ગાયો વાઇરલ ઈન્ફેકશનનો શિકાર બનતા કવોરોન્ટાઈન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
નિવૃત નાયબ પશુપાલન નિયામકે હાલ આવા બિમારીના શિકાર પશુઓને સારવાર આપી રહ્યા છે. તેમના કહેવા મુજબ જે પશુઓને ઈન્ફેકશન લાગેલું ન હોય તેને આ બિમારીની રસી તાત્કાલીક આપવી જોઈએ રસી ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવેલ છે.જિલ્લામા કુલ કેટલા પશુઓને આવુ ઈન્ફેકશન લાગેલ છે? તેનો સર્વે કરાવવો જોઈએ અને પશુઓને આ રોગથી બચાવવા માટે રસી આપવાની વ્યવસ્થા વહેલી તકે થવી જોઈએ તેવી પશુપાલકોની લાગણી અને માંગણી છે.
સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો ઉપર સવારે અને સાંજે રખડતા ભટકતા ઢોરના અડિંગા જામેલા હોય છે આ પશુઓ પૈકી કોઈ પશુ વાયરલ ઈન્ફેકશનનો શિકાર બનેલુ હોય તો અન્ય પશુઓને ચેપ લાગવાની શકયતા વધી જાય છે આવા અસરગ્રસ્ત પશુઓને કવોરોન્ટાઈન કરવા જોઈએ.. તેમજ જે પશુઓને ઈન્ફેકશન લાગેલુ ન હોય તેમને વહેલીતકે રસી આપવી જોઈએ તેમ ડો દિલીપસિંહ મોરીએ જણાવેલ છે.