મારામારીના ગુનામાં સંડોવાયેલાને લાજપોર અને દારૂના ધંધાર્થીને સાબરમતી જેલમાં ધકેલાયો
અબતક
સુરેન્દ્રનગર શબનમ ચૌહાણ
ઝાલાવાડ પંથકના કુખ્યાત શખ્સ અને દારૂના ધંધાર્થી સામે જીલ્લા કલેકટરે પાસાનુ શસ્ત્ર ઉગામી બન્ને શખ્સોની ધરપકડ કરી લાજપોર અને સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી ભારે ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતો અને મારામારી, લૂંટ અને ખંડણી જેવા ગુનામાં સંડોવાયેલો રમેશ બાબુ પરમાર તેમજ ચોટીલાના ગોલીડા ગામે રહેતો અને દારૂના ગુનામાં સંડોવાયેલ હાલ ભાભલુભાઈ હકુભાઈ ધાંધલ સામે જીલ્લા પોલીસ વડાએ કરેલી દરખાસ્તને સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરે મંજૂરીની મ્હોર મારતા એલસીબીએ રમેશ પરમારની અટકાયત કરી અમદાવાદની સાબરમતી જેલમાં જ્યારે ભાભલુભાઈ ધાધલને સુરતની લાજપોર જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.