અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગ સીઝન 3 માં ગઈકાલે લાઈવ આર્વ્યા જગ વિખ્યાત અને ગુજરાતી રંગભૂમિનાં ગૌરવશાળી, પ્રતિભાશાળી સંગીત જોડી સચિન- જીગર માંથી સંગીત દિગ્દર્શક, સંયોજક, ગાયક એવા સચિન સંઘવી. આજની યુવા પેઢીના માર્ગદર્શક કહી શકાય એવા ઉર્જાવાન એવા સચિન ભાઈનો વિષય હતો વજ્ઞૂ ળુ વિંયફયિિં તશિંક્ષિં ાયિાાયમ ળય રજ્ઞિ બશલલયિ ભવફહહયક્ષલયત સચિન ભાઈએ જણાવ્યું કે મારા જીવનના લગભગ બે દાયકા એવા છે કે જે હું ક્યારેય નહી ભૂલી શકું. ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી થીયેટરનાં લગભગ પાંચસો નાટકો માં સંગીત આપ્યું છે.
જેમ એક ગાયક માટે શાસ્ત્રીય સંગીતનો રીયાઝ જરૂરી છે એમ કલાકાર માટે રંગમંચ એ એક ગુરુકુળ સમાન છે. સચિન ભાઈને સાંભળવા ગુજરાતી તખ્તાના ઘણા નામાંકિત વ્યક્તિઓ જોડાયા.16 કે 17 વર્ષની વયે રંગમંચ પર નાટકમાં સંગીત આપવાનો અવસર મળ્યો. ગુજરાતી તખ્તાનું ગૌરવશાળી નામ અરવિંદ જોશી એમના નાટકમાં પ્રથમ સંગીત આપવાનો અવસર મળ્યો. મારી પરીક્ષા તરીકે એમણે પોતાના નાટક માટે સંગીતનો એક નાનકડો પીસ બનાવવાનો અવસર આપ્યો. મેં મારી કાબેલિયત પ્રમાણે ખરા દિલથી એ સંગીત બનાવ્યું જેમાં મને સફળતા મળી. રંગમંચ એક એવું માધ્યમ છે જ્યાં તમે શીખો એટલું ઓછુ છે.
આજે પણ ફિલ્મોમાં સફળ સંગીતકાર થયા બાદ પણ હું થીયેટરનાં નાટકમાં સંગીત આપવાનો અવસર ચૂકતો નથી. રંગમંચ સાથે જોડાઈ રહેવું મને ગમે છે. રંગમંચ પર પડદો ખુલતાની સાથે જ સામે પ્રેક્ષક બેઠા હોય અને તમારા કાર્યનો સારો કે ખરાબ પ્રતિસાદ તુરંત મળી જાય છે. દરેક નાટકથી મને કઈ શીખવા મળ્યું છે, દરેક નાટકે નવા નવા અનુભવો મળ્યા છે જે જીવનમાં ઘણા ઉપયોગી રહ્યા છે. ફિલ્મ બદલાપુર વિષે વાત કરતા સચિન ભાઈએ જણાવ્યું કે એમાં એક જગ્યાએ હું અટકી ગયો હતો. સંગીતના ઘણા પીસ બનાવ્યા બાદ પણ ક્યાંક કોઈ કચાશ રહેતી હતી એ વખતે સાવ એકાંતમાં વહેલી સવારે જેમ હું નાટકમાં સંગીત આપતો એમ એક સરસ મજાની ધૂન બનાવી જે ધૂન સુપર હીટ થઇ.
સચિન ભાઈએ રંગભૂમિ પર કરેલા અનુભવો વિષે જણાવ્યું કે દરેક જગ્યાએથી કંઇક શીખવા મળ્યું છે અને શીખતો રહ્યો છું. સાથે એમના માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. રંગભૂમિને પ્રેમ કરતા દરેક કલાકારે આ સેશન જોવું જ જોઈએ. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો.
જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો સચીનભાઈનું આ સેશન જરૂરથી જુવો. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.
આજે સુપ્રસિદ્ધ અભિનેત્રી સુપ્રિયા પાઠક લાઇવ આવશે
કોકોનટ પ્રસ્તૃત ચાય-વાય અને રંગ મંચ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે સુપ્રસિધ્ધ અભિનેત્રી સુપ્રિયા પાઠક લાઈવ આવીને ‘ઈમ્પ્રુવિઝન ક્રિએટીંગ એ રોલ’ વિષય આધારીત પોતની વાત અને અનુભવો શેર કરશે. ફિલ્મ-નાટક અને ટીવી શ્રેણી જેવા ત્રિવિધ ક્ષેત્રે અભિનયના ઓજસ પાથરનારી સુપ્રિયા પાઠક ‘ખિચડી’ જેવી ટીવી ધારાવાહિક સાથે ફિલ્મ ‘ગોલીયો કી રાસ લીલા’ જેવી ફિલ્મથી ખૂબજ જાણીતા બન્યા હતા. તેમના ઘણા નાટકો ખૂબજ સુંદર હોવાથી આજે પણ નાટ્ય રસિકો યાદ કરે છે. તેમની જાણીતી ફિલ્મોમાં કલિયુગ-વિજેતા, બાઝાર, માસુમ, મિર્ચ મસાલા અને ગાંધી જેવી સાથે ઈધર ઈધર, એક મહલ હો સપનોકા-ખીચડી-બા બહુ ઔર બેબી જેવી ટીવી શ્રેણીમાં પણ અભિનય કર્યો હતો.