જામનગર માર્કેટીંગ યાર્ડ ખાતે સંખ્યાબંધ કોંગ્રેસી સભ્યો સાથે ધારાસભ્ય રાઘવજીભાઈ ભાજપમાં પ્રવેશ્યા: મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે આવકાર્યો
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ધોલ-જોડીયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને વાજતે-ગાજતે ભારતીય જનતા પક્ષમાં આવકાર્યા હતા. જામનગર માર્કેંટીંગ યાર્ડ ખાતે યોજાયેલા આ પ્રસંગને મુખ્યમંત્રીએ એમ કહીને મુલવ્યો હતો કે, સુબહ કા ભુલા શામકો ઘર લોટે ઉસે ભુલા નહીં કહતે. કોંગ્રેસ પક્ષ છોડતા સભ્યોને કચરો ગણતા કોંગ્રેસીઓ તા તેમની પરિવારવાદી, સત્તાલક્ષી આ ચમચાગીરી ભરેલી માનસિકતા પર ઉગ્ર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડતા સભ્યો કચરો છે કે કંચન, એ તો આવનારી ચૂંટણીમાં લોકો જ સાબિત કરી દેશે.
તાજેતરમાં આવેલા બનાસકાંઠાના પુર વખતે બેંગ્લોરમાં જલ્સા કરતા કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોની આકરી ઝાટકણી કાઢતા મુખ્યમંત્રી વિજયભાઇએ કહ્યું હતું કે, આ ધારાસભ્યોનો હિસાબ રાજયની જનતા અચૂક માંગશે. જામનગર જિલ્લાના સાતે-સાત વિધાનસભા વિસ્તારનો વ્યાજ સહિત વિકાસ કરવા મુખ્યમંત્રી બાંયધરી આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઇએ મંચ પરી એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે તાજેતરના સર્વેના પરિણામો મુજબ ભાજપને ગુજરાતમાં ૧૫૦ કે તેી વધુ બેઠકો મળશે તો કોઇને નવાઇ નહિં લાગે કારણકે રાજયમાં કોંગ્રેસનું નામું કયારનુંય નખાઇ ગયું છે.
મુખ્યમંત્રી વિજયભાઇએ પ્રામાણિક અને રોજગારલક્ષી નીતિ ધરાવતી ભાજપની સરકાર સત્તા માટે નહિં પણ છેવાડાના માનવી માટે કામ કરતી હોવાનો એકરાર કર્યો હતો, રાઘવજીભાઇને ચોરીછુપીી ભાજપમાં ભેળવવાને બદલે છડેચોક સમારંભ યોજીને ભાજપમાં આવકાર આપ્યો છે. ભાજપમાં પ્રવેશ મેળવનાર કોંગ્રેસી સભ્યોી ખાલી ઇ ગયેલા કોંગ્રેસ પક્ષની બેધારી નીતિ પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આકરા પ્રહારો કર્યા હતા અને સમયસર કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાવાના નિર્ણયની સરાહના કરતાં તમામ કોંગ્રેસીઓનું પુરા મની સ્વાગત કર્યું હતું.
ભારતીય જનતા પક્ષમાં પ્રવેશનાર રાઘવજીભાઇ પટેલે આ પ્રસંગે પોતાની સમગ્ર રાજકીય કારકિર્દીની તવારીખ રજુ કરી હતી અને છેલ્લા છ માસના મનોમંન બાદ પોતે લીધેલા ભાજપ પ્રવેશના નિર્ણય પર મંજુરીની મહોર મારી હતી. જુવાદી ખદબદતી કોંગ્રેસ પાયાના કાર્યકરોને અવગણે છે ત્યારે નાના માણસનું કામ કરવા ભારતીય જનતા પક્ષ જ યોગ્ય માધ્યમ છે એવો પટેલે એકરાર કર્યો હતો. ચૂંટણી સમયે હરીફ ઉમેદવાર સામેની લડાઇ ઉપરાંત ઘરના ઘાતકી એવા કોંગી સભ્યો સામે પણ લડાઇ લડવી પડતી હોય એવા સંજોગોમાં ભાજપ પ્રવેશનો નિર્ણય સર્વા યોગ્ય છે એમ જણાવતા રાઘવજીભાઇએ ભાજપમાં જોડાઇને દૂધમાં ભળી જતી સાકરની મીઠાશ રાખવાની ખાત્રી ઉચ્ચારી હતી. પટેલે માત્ર વિરોધની જ રાજનિતી ધરાવતા કોંગ્રેસ પક્ષની નિતીની આકરી ઝાટકણી કાઢી હતી.
કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરિયાએ ભારતીય જનતા પક્ષમાં પધારનાર રાઘવજીભાઇ પટેલને આવકાર્યા હતા તા જિલ્લા અને રાજયના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ વા તેઓ સંકલ્પબધ્ધ યા હતા. પૂર્વ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુએ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ મેળવતા રાઘવજીભાઇ પટેલને હદયના ભાવી વધાવ્યા હતા.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના વંશીય શાસનમાં વધતી જતી સમસ્યાને જ કોંગ્રેસી વફાદારોને પક્ષ છોડવા માટે જવાબદાર ગણાવતા ઉમેર્યું હતું કે, અંતરના અવાજને ઓળખીને ભાજપમાં જોડાતા કોંગ્રેસી સભ્યોને બદલાતી રાજનીતિ સૂચક પ્રવાહો રજુ કરે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે રાજય સરકારને ઝડપી અને કાર્યદક્ષ ગણાવી હતી અને વિકાસની રાહમાં અગ્રેસર બનનાર ભાજપમાં જોડાનાર કોંગ્રેસી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલને પક્ષમાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, વસુબેન ત્રિવેદી, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આર. સી. ફળદુ, સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજ્પ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, મેયર પ્રતિભાબેન કનખરા, ડેપ્યુટી મેયર ભરતભાઇ મહેતા, જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયા, લાલજીભાઇ સોલંકી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કમલાસિંગ રાજપુત, શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક દિવ્યેશભાઇ અકબરી, વિનુભાઇ ભંડેરી, શ્રી પ્રવિણસિંહ જાડેજા,ચેતનભાઇ કડીવાર, રમેશભાઇ મુંગરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, વિમલભાઇ કગરા, ભિખુભાઇ દલસાણીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો. પી.બી.વસોયા, પ્રાંત અધિકારી રાયજાદા, જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી જાડેજા વગેરે ઉપસ્તિ રહ્યાં હતા.