અમદાવાદ: પ્રેમને પવિત્ર માનવામાં આવે છે,પરંતુ પ્રેમને લાંછન લગાડતો કિસ્સોઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક પ્રેમમાં ભાંડા ફોડ કિસ્સો સામે છે. જેમાં રિલેશનશિપમાં રહેલી યુવતી સાથે એક યુવક જે હોટલમાં જતો હતો તે જ હોટલના રૂમમાં વધુ એક પ્રેમિકાને લઈને રંગરેલીયા મનાવતા આ પ્રેમીનો ભાંડો ફૂટી ગયો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વડોદરામાં રહેતી એક યુવતીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતી મુળ અમદાવાદની છે અને વર્ષ 2013માં તેના લગ્ન વડોદરામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાથે આ મહિલાએ છુટાછેડા લઇ લીધા હતા. દિકરીની કસ્ડટી પતિ પાસે હોવાથી તેને મળવા માટે યુવતી વડોદરામાં રહે છે.
વર્ષ 2017માં યુવતીનો સંપર્ક ગોમતીપુર વિસ્તારમાં રહેતા ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ સાથે થયો હતો. ફજલે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને અલગ અલગ હોટલોમાં લઇ જઇને શરીર સંબધ બાંધતો હતો. ફજલના ઘરની આર્થિક પરિસ્થીતી સારી નહી હોવાના કારણે યુવતી તેને આર્થિક મદદ પણ પુરી પાડતી હતી. ફજલ આ યુવતીને ખોખરા સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી હોટલમાં લઇ જતો હતો અને જ્યા તેની સાથે લગ્નની વાત કરીને શરીર સબંધ બાંધતો હતો.
ગત વર્ષે યુવતીની માતાને કોરોના થયો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી યુવતી મણીનગર ખાતેની હોટલમાં રોકાઇ હતી જ્યા ફજલ આવીને સબન્ધ બાંધતો હતો. યુવતી બાદમાં વડોદરા જતી રહી હતી. ત્રણેક મહિનાથી ફજલ અન્ય યુવતીઓ સાથે સંબધ રાખતો હોવાની શંકા યુવતીને થઈ હતી. યુવતીએ આ ફજલ ને વિડીયો કોલ કર્યા તો તેને એક વાર ઉપાડ્યો ત્યારે જે રૂમની છત જોઈએ તે જ રૂમમાં આ યુવતી સાથે તે આવતો હોવાનું તેને લાગ્યું હતું. જેથી તાત્કાલિક આ યુવતી વડોદરાથી અમદાવાદ આવી હતી અને મણિનગરની આ હોટલમાં રેડ પાડી ફજલનો ભાંડો ફોડયો હતો. આ સમયે આરોપી એક યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો. જોકે આરોપી હોટલમાં કોઈ યુવતીને લઈને જતો ત્યારે માદક દ્રવ્યો નું સેવન કરતો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે તપાસ હાથ ધરી છે.