સાઉથ કોરિયાની એન્ગક્યુન્ગ નામની આર્ટિસ્ટ આજકાલ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળતા નખ માટે ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે તે નેઇલ આર્ટ અને પિઅર્સિગ માટે જાણીતી છે. આ વખતે તેણે રંગબેરંગી બલ્બ LED ધરાવતા નખથી સૌનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે.
આર્ટિસ્ટનું કહેવું છે કે આ કામ બહુ અઘરુ હતું કેમ કે બલ્બમાં જોડતુ વાઇરીંગ સાથે રાખવુ અને બલ્બ લગાવતા પહેલા નખની સાઈઝના બલ્બ તૈયાર કરાવ્યા હતા. એ પછી આટીફિશયલ લાંબા નખ લગાવીને એમા કાણુ પાડીને બલ્બ ચોટાડવામાં આવ્યા હતા.
નખની પાછળ બલ્બને હોલ્ડ રાખી શકે ન તેવી એક પાવરફુલ બેટરી ફિટ કરવામાં આવી હતી. સ્વિચ ચાલુ રાખો એટલે નખ પરના બલ્બ રંગબેરંગી રીતે લાઇટિંગથી ઝગમગતા ઝળી ઉઠે છે.