સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં આજે સરકાર દ્વારા સુચિબદ્ધ કરેલા કેટલાંક મહત્વના બીલો રજૂ થશે. જો કે, આજથી શરૂ થઈ રહેલા સત્રની મુદત ઘટાડવામાં આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. કારણ કે માર્ચ-એપ્રીલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ મોટાભાગના ટોચના નેતાઓની પ્રચારની વ્યસ્તતાને લઈને નેતાઓની ગેરહાજરી રહેશે. કાર્ય સુચિ મુજબ 8મી એપ્રીલે પૂરું થનારૂ સત્ર ટૂંકાવી દેવાય તેમ દેખાઈ રહ્યું છે.
આજથી શરૂ થનારા સત્રના બીજા ભાગમાં 2021-22ના વર્ષ દરમિયાન પસાર થયેલા બજેટની સાથે સાથે વિવિધ ટેકસની દરખાસ્તો ધરાવતા અનુદાનની વિવિધ માગણીઓની ચર્ચા થશે. આ ફરજિયાત એજન્ડા ઉપરાંત મહત્વના ચાર બીલો પસાર કરવાનું આયોજન કરાયું છે.
સરકાર દ્વારા સુચિબદ્ધ બીલોમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલોપમેન્ટ ઓથોરીટી (સુધારા) ફાયનાન્સીયલ ઈન્ફાસ્ટ્રકચર એન્ડ ડેવલોપમેન્ટ બીલ ઈલેકટ્રીક સિટી સુધારા બીલ અને ક્રિપ્ટો કરન્સી અને ડિજીટલ કરન્સીલ બીલ સામેલ છે. બીજા સત્રમાં રાજકીય પક્ષોનું ધ્યાન તામિલનાડુ, આસામ, કેરળ, પં.બંગાળ અને પોંડીચેરીની ચૂંટણીઓ થશે ત્યારે દિગ્ગજ નેતાઓનું ચૂંટણી પ્રચાર પર ધ્યાન હોવાથી મોટાભાગના નેતાઓ સત્રમાં ગેરહાજર રહેશે.
આ વખતના સત્રમાં મુકાયેલા ચાર મહત્વના ખરડાઓમાં પેન્શન ફંડ અધિનિયમમાં સીનીયર સીટીઝનો અને બુઝુર્ગોની આવક સમતુલા અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાયદાનું કવચ આપવામાં આવશે. બીજી તરફ ધિરાણ ક્ષેત્રને સુદ્રઢ બનાવવા માટે નેશનલ બેંક અધિનિયમ અને વિદ્યુત સુધારા ખરડામાં વિદ્યુત ચોરીની સજા અને તેના નિયમોને આકરા બનાવી વિદ્યુત ચોરી ડામવાની દિશામાં કાયદાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ચોથા ખરડામાં વિશ્ર્વમાં અત્યારે વધતા જતાં ડિજીટલ ક્રિપ્ટો કરન્સીના વ્યાપ વચ્ચે ભારતમાં ડિજીટલ કરન્સી પર કાનૂની નિયંત્રણની દિશામાં કાયદો અને નિયમો ઘડવામાં આવશે. આજથી શરૂ થતાં સંસદીય સત્ર મોટાભાગના નેતાઓ ચૂંટણી કામમાં વ્યસ્ત હોવાથી દિગ્ગજોની ગેરહાજરીમાં મહત્વના ચાર ખરડાઓ પસાર કરવામાં આવશે.
પેન્શન સુધારા ખરડો
વરિષ્ઠ નાગરિકો માનભેર સંતોષપૂર્વક જીવન જીવી શકે તે માટેના 2007ના ખરડામાં સુધારો કરી બુઝુર્ગ નાગરિકોની આર્થિક સલામતીનું સુદ્રઢિકરણ કરવા માટેનો કાયદો.
આર્થિક વિકાસ અને આંતર માળખાકીય સુવિધા માટેના રાષ્ટ્રીય બેંક વિકાસ અધિનિયમ
આર્થિક ક્ષેત્રના વિકાસ માટે રાષ્ટ્રીય બેન્કિંગ, આર્થિક માળખાકીય સુવિધાઓ અને વિકાસ માટેના અધિનિયમ દ્વારા ધિરાણ ક્ષેત્રને વધુ મજબૂત કરવાનું આયોજન.
ઈલેકટ્રીક સિટી એમેન્ડમેન્ટ બિલ
બજેટ સત્રના બીજા ચરણમાં કૃષિ ક્ષેત્ર સંલગ્ન વિદ્યત સુધારા ખરડો કે જેમાં વિદ્યુત ચોરી અને દંડની જોગવાઈઓ રહેલી છે.
ક્રિપ્ટો કરન્સી રેગ્યુલેશન ડિજિટલ કરન્સી બિલ
વિશ્ર્વભરમાં અત્યારે ક્રિપ્ટો-ડિજીટલ કરન્સીના વધતા જતાં વ્યાપ વચ્ચે ભારતમાં પ્રતિબંધીત ડિજીટલ કરન્સીના નિયંત્રણ અને તે સંબંધી જોગવાઈઓ સુચવતું બીલથી ભારતમાં અવેધ રીતે ડિજીટલ કરન્સીના ઉપયોગ પર વધુ પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી.