સામાગ્રી :
- ૧/૨ કપ પૌઆ
- ૧/૨ કપ સોજી
- ૧ કપ દહીં
- ૧ ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ
- ૧ ટી સ્પુન ફ્રુટ સાલ્ટ
- ૧ ટી સ્પુન તેલ
- ૧/૨ ટી સ્પુન સરસવ
- એક ચપટી હીંગ
રીત :
સૌ પ્રથમ દહીં અને ૧ કપ પાણીને નાખી સારી રીતે મિક્સ કરો. અને તેમા સોજી, પૌઆ, લીલા મરચાની પેસ્ટ અને મીઠુ નાખી સારી રીતે મિક્સ કરી ૧૦ મિનિટ માટે રાખી મુકો. ઢોકલા બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રુટ સલાટ અને ૨ ટી સ્પુન પાણી ઉપરથી નાખવું અને જ્યારે ફીણ આવે ત્યારે મિશ્રણને ધીમે ધીમે મિક્સ કરો.
હવે એક થાળીમાં તેલ લગાવી મિશ્રણ નાખી એકસરખુ કરી ફેલવો ત્યાર બાદ સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ ઢોકળા સ્ટીમ કરો.
એક કડાઇમાં તેલ ગરમ કરો તેમા રાઇ અને હીંગ નાખી મધ્યમ તાપ પર રોકો. અને આ તડકાને ઢોકળા પર ફેલાવો. થોડુ ઠંડુ થાઇ પછી ચોરસ કાપી તેને કોથમીરથી સર્વ કરો.