ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન માટે બેન્ડ, બાજા અને બારાત તૈયાર થઈ ગયા છે. હવે રાહ છે તો માત્ર વર રૂપી રસીની !! જે પણ આગામી ટૂંક જ સમયમાં આવી જશે. કારણ કે ડીસીજીઆઈએ બે રસીને લીલીઝંડી આપી દીધી છે. રસીકરણને લઈ તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. દેશભરમાં કરાયેલી ડ્રાયરન પણ સફળ રહી છે જે પ્રમાણે વેકિસનેશન માટે ડેટા તૈયાર કરાયો જેનાં પર નજર કરીએ તો રસીની વ્યવસ્થામાં પણ ‘અસમાનતા’ હોય, તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાત સહિત દેશના માત્ર છ રાજયોમાં કુલ કોલ્ડ ચેઈન પોઈન્ટસના ૫૨% કોલ્ડ ચેઈન પોઈન્ટસ છે. જેમાં ગુજરાત ઉપરાંત, કર્ણાટક, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ છે. આ છ રાજયો પાસે ૧૫,૦૭૨ કોલ્ડ ચેઈન પોઈન્ટ અને તેની માટેના ૩૩,૧૨૬ સાધન સરંજામ છે. જયારે પૂર્વોતર રાજયોમાં આનો અભાવ છે. આ છ રાજયોમાં દેશની ૩૩ ટકા વસ્તીનો સમાવેશ થાય છે. જે ૪૬.૭૦ કરોડ છે. જેની સામે કોલ્ડ ચેઈનની વ્યવસ્થા અડધો અડધ કરતા વધુ એટલે કે ૫૨% છે.
રાજ્યો |
કોલ્ડ ચેઇન પોઇંટ્સ |
કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ |
મહારાષ્ટ્ર |
3,257 | 8,643 |
કર્ણાટક |
2870 |
7,285 |
તમિલનાડુ |
2,599 |
5,483 |
રાજસ્થાન |
2,405 | 2,208 |
ગુજરાત | 2,291 |
5,076 |
આંધ્રપ્રદેશ | 1,650 |
4,431 |