આદર્શ લગ્નવિવિધ યોજના અમલમાં મૂકી સમાજને ઉદાહરણ પુરૂ પાડ્યું
ભાટિયા લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં સમાજ ને અનુલક્ષી ને સંત જલારામ આદર્શ લગ્ન વિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે.જેમાં લોહાણા સમાજની દીકરીના લગ્ન માત્ર ૧ રૂપિયા ના ટોકનચાર્જ લઈ કરાવી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.જે અંતર ગત હાલમા જ પ્રથમ લગ્ન ૩૦/૧૧ ના રોજ સંપન્ન થયા હતા.
આ તકે બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા ( મોટાભાઈ ) ઉપસ્થિત રહી ને વરવધુ ને સુખી દામ્પત્ય જીવન ના આશીર્વાદ આપ્યા હતા.સાથે તેમજ પોતાના વક્તવ્ય મા જણાવ્યું કે આ યોજના ખુબજ સમાજ ઉપયોગી સાબિત થશે અને આ યોજના મા પોતાનો સંપૂર્ણ સાથ અને સહકાર જાહેર કર્યો હતો. આ તકે લોહાણા મહાજન ભાટિયા ના પ્રમુખ તેમજ સંપૂર્ણ કમિટી ને શુભેચ્છા પાઠવી હતી .
જલારામ આદર્શ લગ્ન વિધિ યોજના ના પ્રથમ લગ્ન ના દાતા તેમજ ભાટિયા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી કિશોરભાઈ દત્તાણી એ પોતાના વક્તવ્ય માં જણાવ્યુ હતું. કે અમો ને સમાજે સેવા કરવાનો મોકો આપ્યો છે તે અમારા માટે ગર્વ ની વાત છે. સાથે પ્રથમ લગ્ન ના પરિવારો નો પણ તેઓ એ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્ય મા પણ સમાજ ને ઉપયોગી યોજનાઓ વિચારાધીન છે તેવું તેઓ એ જણાવ્યું હતું. લોહાણા સમાજ ની દીકરી ના ભાટિયા ખાતે આદર્શ વિધિ થી લગ્ન કરાવવા ઇચ્છતા પરિવારોએ કિશોરભાઈ દતાણી મો. ૯૪૨૭૪૨૦૧૧૧ ,પરેશભાઈ દાવડા ૯૨૭૪૪૭૩૧૮૮ નો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.માત્ર એક રૂપિયાના ટોકન દરે સમાજની દીકરીના લગ્ન કરાવાયા આદર્શ લગ્નવિવિધ યોજના અમલમાં મૂકી સમાજને ઉદાહરણ પુરૂ પાડ્યું