કપાસની પણ ધૂમ આવક: ખેડૂતોને મણના ૧૧૦૦થી ૧૨૦૦ જેટલા સારા ભાવ મળવાથી ખુશહાલી
જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ૬૦ હજાર ગુણીની આવક શરૂ થતા વાહનોની એક કિ.મી. જેટલી લાંબી કતાર લાગી હતી. આ સાથે કપાસની પણ ધૂમઆવક થતા ખેડૂતોને મણના ૧૧૦૦થી ૧૨૦૦ જેટલા સારાભાવો મળ્યા હતા. પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા દ્વારા ખેડૂતો અને વેપારીઓની સુવિધા વિકસાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જામજોધપુર માર્કેટીંગ પાર્ડના ખેડુત તથા વેપારીઓની સુવિધા વિકસાવવાના થઈ રહેલી પ્રયાસો થી વિવિધ પંથકમાંથી થઈ રહેલી જણસીની જામ. જોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી તેમજ કપાસની હાલ ધૂમ આવક થઇ રહી છે મગફળી વહેંચવા માટે ૧ કિલોમીટર સુધી વાહનો ની લાઈન લાગી રહી છે ગઈકાલે ૧૨ કલાકમાં ૬૦ ૦૦૦ (સાઈઠ હજાર) ગુણી મગફળી ની આવક થઇ હતી. તેમજ કપાસની પણ ધૂમ આપક થઈ રહી છે કપાસ અને મગફળી બન્નેના ભાવ ખેડુતોને મણના૧૧૦૦ થી ૧૨૦૦ જેટલા સારા એવા ભાવ મળી રહ્યા છે ત્યારે જામ જોધપુર માર્કેટીંગ યાડેના ડાયરેક્ટર તેમ જ પુર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા ના પ્રયાસ થી પાર્ડનો સતત વિકારા થઈ રહયો હોય અને ખેડૂત તથા વેપારીઓની સુવિધામાં સતત વધારો કરી રહ્યા હોય જામ-જોધપુર માર્કેટીંગ યાર્ડમાં વિવિધ પંથકોમાંથી ખેડૂતોજણસ વહેંચવા માટે આવી રહ્યા છે.ત્યારે પાર્ડના પ્રમુખ દેવાભાઈ પરમાર અને પાડે ડિરેકટરોની આખી પેનલ દવારા તથા પાર્ડના તમામ કર્મચારી દ્વારા મગફળી કપાસ જણસી વહેંચવા આવતા વાહનો અને ખેડૂતોને કોઈ મુશ્કેલી કે અગવડતા ઉભી ના થાય તેવા પ્રયાસોસંકલન કરી સુચારૂ વ્યવસ્થા ઉભી કરવા સતત પ્રયાસો કરી રહ્યા છેે