દુર્ધટનામાં મુળમાં ભ્રષ્ટાચાર છે જવાબદાર અધિકારી સામે પગલા કેમ નહીં?
ઉદય કોવીડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દુર્ધટનામાં મૂળમાં આળસુ અને ભ્રષ્ટ સરકારી તંત્ર છે. ફોરેન્સીક અભિપ્રાયના ગાણા ગાતા પોલીસ તંત્રે, ફોરેન્સીક રીપોર્ટ પહેલા સોફટ ટાર્ગેટ ડોકટરો સામે ગુનો નોંધી આખા પ્રકરણમાં પડદો પાડવાનો અસફળ પ્રયાસ કર્યો છે. સીટ ના વડાએ ઉતાવળે જે મુદ્દાઓ જાહેર કર્યા છે તે મુદા ‘એનઓસી’ આપતી વખતે ન હતા? હોસ્પિટલેને ત્યારે બીજો ઇમરજન્સી એકઝીટ દરવાજા હતો? લોબી 3.4 ફુટની ન હતી? આઇ.સી.યુ. માં બે ખાટલા વચ્ચેની જગ્યા પૂરી હતી? આ બધી ત્રુટીઓ હોવા છતાં કયા અધિકારીએ ફાયર સેફટી સર્ટીફીકેટ આપ્યું ? કલેકટરે ખુદ શા માટે કોવિડ હોસ્પિટલ શરુ કરવા મઁજુરી આપી? આખી દુર્ધટનામાં જવાબદાર અધિકારી સામે શા માટે ગુનો નોંધાયો નહીં? મારી સ્પષ્ટ માગણી છે કે ડોકટરો સામે ગુનો નોધતા પહેલા જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધો તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો છે.