બોગસ દસ્તાવેજના આધારે અવિવાહીત વૃદ્ધના પત્ની તરીકે દર્શાવી પાવરનામામાં સહી કરી જમીનનું બોરોબાર વહેંચાણ કરી નાખ્યું
પોરબંદર શહેરના ખાખચોક વિસ્તારમાં રહેતા અવિવારીત એકલવાયુ જીવન જીવતા વૃધ્ધના નામના બોગસ દસ્તાવેજના આધારે લગ્ન સરી મેળવી પત્ની તરીકે દર્શાવી પાવર ઓફ એટર્જાની વડે કરોડોની જમીન વેંચી નાખ્યાની મહિલા સહિત બે શખ્સો સામે કિર્તી મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ સ્ટાફ દ્વારા તપાશનો ધમધમાટ આદર્યો છે.
પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલી જાગૃતિ બ્લડ બેન્કની બાજુમાં રહેતા બદરૂહીન ગુલામ હુસેન આડતીયા નામના ૭૫ વર્ષીય વૃધ્ધે પાપટ ગામની રોશનબેન બદરૂહીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી મહિલા ખાંભોદર ગામનો ખીમા લખુ ગોઢાણીયા અને અજાણ્યા શખ્સો તે એ એક બીજાથી મીલાપણું કરી બોગસ દસ્તાવેજો બનાવી મહિલાને પત્ની તરીકે દર્શાવી કરોડોની જમીનના વારસના નાતે વેચાણ કર્યોની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બદરૂહીન આડતીયા નામના વૃદ્ધ અવિવારીત અને એકલવાયુ જીવન જીવતા હોય તેવી આરોપીઓને જાણ હોવાથી રોશનબેન બહરૂહીન આડતીયા નામે કોઇ મહિલાએ નામ ધારણ કરી કોટકોલા ગ્રામ પંચાયતમાં ખોટા દસ્તાવેજના આધારે લગ્ન સર્ટી મેળવી બદરૂદીન આડતીયાના પત્ની તરીકે દર્શાવી બદરૂહીનભાઇની ખાપટ ગામે રેવેન્યુ સર્વ નં.૧૨૪ પૈકી ની ૮૦૯૫ ચો.મી. જમીનને બદરૂહીનની ખોટી સરી વડે પાવર ઓફ એટની બનાવી જેના આધારે ખાંભોદર ખીમા લખુ ગોઠાણીયાને વેચાણ કરી દીધાનું જણાવ્યું કિર્તીમંદિર પોલીસ પંથકના સ્ટાફે વૃધ્ધની ફરિયાદ પરથી મહિલા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી પી.આઇ. એચ.એલ. આહિર સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.