પાકિસ્તાનની આડોડાઇ: ખેલાડીઓની સુરક્ષાનું બહાનું આગળ ધર્યુ
ઇન્ડીયાએ પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર ખાધી ત્યારબાદ પાકિસ્તાન ગમે ત્યારે બી.સી.સી.આઇ ને દબાણમાં લાવવાની કોશિષ કરી રહ્યું છે. અન્ડર ૧૯ એશિયા કપ ભારતમાં ન રમાડવાના ‘ના- પાક.’ ઇરાદા પાકિસ્તાનના છે.
ભારત આગામી નવેમ્બરમાં અન્ડર-૧૯ એશ્યિ કપનું યજમાન બનવા માગે છે. પરંતુ પાકિસ્તાને સુરક્ષાનું કારણ આગળ ધરીને એ.સી.સી. એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સીલમાં વિરોધ નોંધાવયો છે.
પી.સી.બી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયન ક્રિકેટ કાઉન્સીલની તાજેતરમાં શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે મળેલી મીટીંગમાં રજુઆત કરી હતી કે અમારા ખેલાડીઓ ટેન્શનમાં રમી નહી શકે કેમ કે ભારતમાં તેમની સુરક્ષા પર ખતરો છે. વળી, માટાભાગના ખેલાડીઓ ૧૯ વર્ષથી નીચેની વયના છે. તેથી પ્રથમ વખત ભારતમાં રમવા આવી રહ્યા છે. તેઓ હજુ ગમે તેવી વિષમ પરિસ્થીતીમાં રમવા માટે ટેવાયેલા નથી તેથી ભારતમાં તો અન્ડર-૧૯ એશિયા કપ રમાવો જ ન જોઇએ નહીંતર અમી નહીં રમીએ.
અન્ડર-૧૯ એશિયા કપ ભારતમાં રમાવા પર અત્યારે તો કવેસ્ચન માર્ક લાગી ગયો છે. કેમ કે પાકિસ્તાન તરફી અથવા ભારત તરફી નિર્ણય લેવાઇ શકે છે. ભારત-પાક.ના રાજકીય સંબંધો વણસેલા છે તેની પ્રતિકુલ અસર રમત ગમત પર પડી રહી છે.