વેપારીઓની મુશ્કેલી વધતા લેવાયો નિર્ણય
પોરબંદર શહેરના ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીના રસ્તાને વોકીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનીક વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. અંતે પોરબંદરના સાંસદ અને ધારાસભ્યના પ્રયાસોથી વોકીંગ ઝોનનુું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે જેને પગલે સ્થાનીક વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
પોરબંદર શહેરની ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીનાં રસ્તાને વોકીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેનો સ્થાનિક વેપારીઓએ વીરોધ કર્યો હતો અને એકી-બેકી પાર્કિંગ માટે માંગ કરી હતી. તેમ છતાં આ જાહેરનામું દૂર થતું ન હતું.
આ મુદે સ્થાનીક વેપારીઓએ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાને રજુઆત કરી હતી. જેને પગલે ડ્રીમલેન્ડથી માણેકચોક સુધીનાં વોકીંગ ઝોનનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે અને સ્થાનિક વેપારીઓએ ધારાસભ્ય અને સાંસદનો આભાર વ્યકત કર્યો હતો.