કોરોના વાયરસની મહામારીની અસર બધી જ જગ્યા એ જોવા મળી રહી છે, પરંતુ હવે તો આપણાં ધાર્મિક તહવારો પર પણ પડી રહી છે, કોરોના વાઇરસ ને કારણે આ વખતે ગણપતિ મહોત્સવ પણ નહીં થાય, મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે દ્વારા ગણપતિ મહોત્સવ ન કરવાનો નિર્ણય લીધો છે. તેની જગ્યાએ મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ચાલુ કરવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.