જીંગા ઉછેરનું કામ કરતા શ્રમજીવીઓ ફસાતા એન.ડી.આર.એફ. દ્વારા બચાવ કરાયો
જોડીયા તાલુકાના રણજીતપર ગામે ર૦ જેટલા લોકોને એન.ડી.આર.એફ. ની ટીમે બચાવ્યા આખીરાત ધસમસતા પાણીના પ્રવાહમાં વચ્ચે કાઢી અંને તમામ લોકોને બહાર કાઢવા બાદ હાશકારો અનુભવ્યો.
જોડીયા તાલુકાના રણજીતપર ગામે શનિવારે રાત્રે પાણીમાં સફાયેલા ર૦ શ્રમિકોને રવિવારે એન.ડી.આર.એફ. ની ટીમના જવાનો દ્વારા રેસ્કયુ ઓપરેશન કરીને બચાવી લીધા હતા. પાણી ના ધસમસતા પ્રવાહ વચ્ચે શ્રમિકોએ આખી રાત પસાર કરતા તમામના જીવ તાળવે ચોટી ગયા હતા.
ર૦ જેટલા શ્રમિકોની હાલક કફોડી હોવા અંગેની જાણ ધ્રોલના પ્રાંત અધિકારી એમ.એમ. જોશી તથા મામલતદાર જાડેજાને જાણ થતાં ટીમ સહીત પહોચ્યા હતા શનિવારના રોજ અંધારુ થતા રેસ્કયુ ઓપરેશન સંભવ ન બન્યું હતું. ફસાયેલા ર૦ શ્રમિકો અને તેમના પરીવારજનોએ ચિંતાના વાદળો વચ્ચે આખી રાત પસાર કરવી પડી હતી. અને રવિવારે વહેલી સવારે ૬.૩૦ કલાકે એન.ડી.આર.એફ. ના કમાન્ડ ઇન્સ્પેકટર
રાજેન્દ્રકુમાર મીના તથા એન.કે. પ્રસાદના નેજા દ્વારા એન.ડી.આર.એફ. ની ટીમ બોટ સહીતની સાધન સામગ્રી સાથે દરીયામાં પહોંચેલ ટીમ દ્વારા ભારે જહેમત બાદ તમામ ર૦ શ્રમિકોને પાણીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢયા હતા.