ઓખા ગામથી પાંચ કિલોમીટર દરીયા રસ્તે આવેલ વિશ્ર્વ પ્રસિઘ્ધ યાત્રાધામ બે શંખોઘ્ધાર વિશાળ ટાપુ આપેલ છે. જયા જવા માટે વર્ષોથી પેન્સી જર બોટો કાર્યરત છે. આજથી આશરે નવેક વર્ષ પહેલા ઓખાથી બેટ વચ્ચે અંદાજે ૮૦ બોટો ચાલતી હતી. તે હાલમાં આ સંખ્યા અંદાજે ૧૮૦ જેટલી છે.
આ તમામ ખર્ચને ઘ્યાને લેતા હાલનું આઠરૂ. ભાડુ ખુબજ ઓછુ ગણાય. આ ઓછી આવકના કારણે આ બોટ ચલાવતાં ખલાસીના કુટુબના સભ્યોનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. અહીં ચાલતી ૧૮૦ બોટોના ૭૦૦ જેટલા ખલાસી પૈકી ૯૦ ટકા લોકોને આવકનું એક માત્ર સાધન પેસેન્જર બોટ છે. આ તમામ બાબતોનો તથા બેટ ગામના અગ્રણીયો સાથે રહીને બેટ જેટી એથી મોન રેલી સ્વ‚પે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઓખા પોર્ટ ઓફીસે એ પોર્ટ ઓફીસરને લેખીત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ પેન્જીજશર બોટનું હાલનું ભાડુ આઠ ‚પિયા છે. તેની વધારેને ૨૦ ‚પિયા કરવા માગ છે. બેટ ગામના સાતસો ખલાસી પરીવારો બેકારી અને ભુખમરામાં હોમાઇ જાય તે પહેલા આ વ્યાજબી અને ન્યાયીક માગણી ઘ્યાને લઇ તુરત ઘટતુ કરવા માગણી કરી છે. અને જો તુરત માં આ માગણીઓ ઘ્યાને નહીં લેવામાં આવે તો ગાંધી ચીંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન સહીતના પગલા ભરવાનો અનુરોધ પણ કરવામાં આવેલ છે. ઓખા પોર્ટ ઓફીસરે પણ આ શાંતિ પૂર્ણ અને વ્યાજબી માગણીઓ તુરતમાં કાર્યવાહી કરવા બાહેધરી આપી હતી.