શહેરની વર્તમાન સ્થિતિ, લોકડાઉન તથા જાહેરનામાની અમલવારી તેમજ સફાઈ કર્મીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ આજે ઓચિંતા બાઈક લઈ શહેરની લટાર પર નિકળી પડ્યા હતા. તેઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરી શહેરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ લોકડાઉનની તથા જાહેરનામાની અમલવારી કેવી રીતે થઈ રહી છે. ઉપરાંત સફાઈ કર્મીઓ કેવી કામગીરી કરી રહ્યાં છે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. જો કે, આ વેળાએ મ્યુનિ.કમિશનરને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા કારણ કે તેઓ માસ્ક અને ગોગલ્સ પહેરીને બાઈક ઉપર નીકળ્યા હતા.
હાલ કોરોનાની મહામારીના કારણે અમલમાં આવેલા લોકડાઉનના પરિણામે તમામ સરકારી વિભાગો ઉંધા માથે થયા છે. લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે વિવિધ વિભાગો પોતાની કમરકસી રહ્યાં છે. અનેક સરકારી કચેરીઓ દિવસ-રાત ધમધમી રહી છે.
ત્યારે આ સ્થિતિમાં વહેલી સવારે શહેરના શું હાલચાલ છે તે જાણવા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ આજે બાઈક ઉપર નીકળ્યા હતા. તેઓએ માસ્ક અને ગોગલ્સ પહેર્યા હોય તેઓને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. આમ તેઓએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. વહેલી સવારે શહેરમાં જાહેરનામાનો કેટલો અમલ થઈ રહ્યો છે તે અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.
વધુમાં તેઓએ મહાપાલિકાના સફાઈ કર્મીઓ કઈ રીતે કામગીરી કરી રહ્યાં છે તેનું નિરીક્ષણ પણ હાથ ધર્યું હતું.