પોથીયાત્રામાં બેન્ડની સુરાવલિ સાથે ૨૧ બૂલેટ અને ૧૧ અશ્ર્વ-જોડાયા: સ્વામિનારાયણ સંતોની ઉપસ્થિત
રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ રા.લો. સંઘના ડિરેકટર ચેતનભાઈ રામાણીના આંગણે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિતે પ્રથમ દિવસે નિકળેલ ભવ્યાતિત તેમજ દિવ્યાતિત પોથીયાત્રામાં બેન્ડની સુરાવલી ૨૧ બુલેટ, ૧૧ અશ્ર્વ (ઘોડા), ૩ ખૂલ્લી જીપ તેમજ ૧ અશ્ર્વ રથ જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો તેમજહજારોની સંખ્યામાં હરી ભકતો ઉમટી પડીને રાજકોટના રાજમાર્ગોની શોભા વધારી ને એક અદભૂત તેમજ અલૌકિક દ્રશ્યો ઉભા કર્યા હતા.
આ ભવ્યાતિત તેમજ દિવ્યાતિત પોથીયાત્રાનો રૂટ ચેતનભાઈ રામાણીના નિવાસ સ્થાનેથી બેન્ડની સુરાવલી, ૨૧ બુલેટ, ૧૧ અશ્ર્વ (ઘોડા), ૩ ખૂલ્લી જીપ, તેમજ ૧ અશ્ર્નવ રથ (બગી) જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના વંદનીય સંતો મારવાડી કોર્મસિયલ બિલ્ડીંગ તરફથી થઈને નાના મવા સર્કલથી નહેરૂનગર કોમ્યુનીટી હોલ (કથા સ્થળ) તરફ પોથીયાત્રાએ વિરામ લીધો હતો. જેમા શહેરનાં રાજદ્વારેથી પધારેલ સાંસદ સભ્યો ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનોએ ૧૧ અશ્ર્વે ખેલાવી તેમજ તેમાં સવારી કરીને એક પોતાનુ પણુ દેખાડીને તેમજ તેમની યુવાનીના દ્રશ્યોને તાજા કરીને ખૂબ લાગણીથી આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે વિસેસ રૂપે ૧૫૧ જવેરાના વૃક્ષનું વાવેતર કરી ને તેની પણ યાત્રા કાઢીને પર્યાવરણનું જતન કરવા માટે નગરવાસીઓને એક પ્રાકૃતિક સંદેશો આપ્યો હતો જેથી બહુ ચર્ચિત કોરોના વાઈરસને સામાન્ય પ્રજા સામનો કરી શકે.
આ પ્રસંગે રાજકોટ સ્વામીનારાયણ ગૂરૂકૂળના સદગુરૂ મહંત દેવકૃષ્ણદાસ સ્વામી, ગઢપૂર ટેમપલ બોર્ડના ચેરમેન દરજીવનદાસજી સ્વામી રાજકોટ સ્વામીનારાયણ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, સાકળી મંદિરના મહંત વિવેક સ્વામી તેમજ ભકિત પ્રકાશ સ્વામી તેમજ જેતપૂર સ્વામીનારાયણ મંદિરનું સમગ્ર સાધુ મંડળ ઉપસ્થિત રહ્યા હતા.