૧૯૭૮માં ક્રિકેટથી શરૂ કરીનો આજે વિવિધ ૫૧ સેવાના પ્રકલ્પો:સફળતા તમામનાં સાથ સહકારથી શકય બની: ગુણુભાઈ ડેલાવાળા
- સરગમ સંચાલિત મહિલા લાયબ્રેરી
- સરગમ લેડીઝ લાયબ્રેરી-શાસ્ત્રી મેદાન સામે
- સરગમ ચિલ્ડ્રન મહિલા લાયબ્રેરી અને મેગેઝીન લાયબ્રેરી- મહિલા કોલેજ ચોક
- સરગમ મહિલા લાયબ્રેરી -કુવાડવા રોડ
- સરગમ મહિલા લાયબ્રેરી -આમ્રપાલી રોડ
સરગમની વિવિધ પાંખો
- સરગમ જેન્ટસ કલબ
- સરગમ લેડીઝ કલબ
- સરગમ કપલ કલબ
- સરગમ ચિલ્ડ્રન કલબ
- સરગમ સિનિયર
- સિટીઝન કલબ
સરગમ સંચાલન
-
હેમુ ગઢવી હોલ
-
ઈન્ડોર સ્ટેડિયમ રેસકોર્ષ
-
પ્લેનેટોરિયમ
-
મુકિત ધામ
-
સિનિયર સિટીઝન પાર્ક ઈવનીંગ પોસ્ટ
રંગીલા રાજકોટમાં સેવા ક્ષેત્રે શિરમોર સંસ્થા એટલે કે સરગમ કલબ સ્થાપનાથક્ષ આજદિન સુધી પ્રમુખ પદે ચાલુ રહેનાર ગુણુભાઈ ડેલાવાળા પોતે સમય અને શિસ્તનાં આગ્રહી છે તે ધારે તે કરી કે છે. કારણ કે તેઓ ઈશ્ર્વરમાં અખુટ શ્રધ્ધા સાથે પૂરા વિશ્ર્વાસથી જ કાર્ય પ્રારંભ કરે છે તેઓ પોતે માને છે કે અપેક્ષા છોડી દયો… કામકરો… જરૂર સફળતા મળશે.
૧૯૭૮માં ક્રિકેટ રમતા રમતા સરગમ સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ શરૂ કરી ને ચાર વર્ષ બાદ ૧૯૮૩થી પૂરપાટ દોડતી ‘સરગમ’ નો ઉદય થયો. આજે તેની વિવિધ પાંખો જેવી કે સરગમ કલબ, લેડીઝ કલમ, ચિલ્ડ્રન કલબ, સિનિયર સિટીઝન કલબ તથા કપલ કલબ જેવી વિવિધ બ્રાંચોમાં ૧૮ હજારથી વધુ સભ્યો વર્ષ ભેર શ્રેષ્ઠ સંચાલન વ્યવસ્થામાં સુંદર કાર્યક્રમો માણતા માણતા વિવિધ સેવાકીય-લોકઉપયોગી કાર્યોમાં જોડાઈને ‘સેવા એજ પરમો ધર્મ’ ઉકિતને સાકાર કરી છે.
અબતક સાથેની ચાય પે ચર્ચામાં સંસ્થા વિષયક વિવિધ વાતો કરી હતી. મોરબી પૂર હોનારત, કચ્છનો ભૂકંપ, દુષ્કાળમાં રાહત રસોડું, વાહન હડતાલ વખતે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશને મુસાફરની સેવા સાથે લોકોને ટેન્કર દ્વારા પાણી વિતરણ જેવા વિવિધ પ્રોજેકટની નિખાલસ વાત કરી હતી.
મ્યુનિ. કોર્પો. સ્મશાનગૃહનું સંચાલન મને સોંપ્યું ત્યારે મોટો પ્રોજેકટ ન હતો પણ પછીથી લોક સહકાર મળતો ગયો ને કરોડોના ખર્ચે વિશ્ર્વનું બેનમુન ‘મુકિતધામ’ નિર્માણ થયું. જેની સમગ્ર દૂનિયામાં ચર્ચા થઈને કરોડો લોકો જોવા પણ આવ્યા તેમ ગુણવંતભાઈ એ જણાવેલ હતુ. આવી જ રીતે હેમુગઢવી હોલ. ઈનડોર સ્ટેડિયમ, પ્લેનેટોરીયમ જેવા વિશાળ પ્રોજેકટનું શ્રેષ્ઠ સંચાલન કરીને ‘સરગમ કલબે’ ગુજરાતની પ્રજામાં અનેરી છાપ ઉપસાવી છે.
સિનિયર સિટીઝનો માટે ‘ઈવનિંગપોસ્ટ’નાં સુંદર સંચાલનને તો સરગમ કલબની સેવા સંચાલને ચાર ચાંદ લગાવ્યા છે. મહિલા બાળકો માટે પુસ્તકાલય-હેલ્થ માટે સરગમ હેલ્થ કલબની સાથે કલાક્ષેત્રે ચોમેર દિશાએ પ્રોજેકટ થકી લોકહૃદયમાં સ્થાન મેળવેલ સરગમ કલબ કે ગુણુભાઈની સરગમ કલબ કયારે બની ગઈ તેની મને ખબર ન પડી તેમ ગુણુભાઈ એ ચર્ચામાં જણાવેલ.
પોતાની જીવન વિષયક વાતો કરતાં ગુણુભાઈએ અબતકને જણાવેલકે મારા દરેક કાર્યોમાં મારા પરિવારનો સંપૂર્ણ ટેકો મળ્યો છે. સવારથી સાત સુધી ફકત સરગમ કલબનાં કામ સિવાય કશું જ વિચારતો જ નથી. શ્રીનાથજીબાવામા અખુટ શ્રધ્ધા સાથે લોકોને પડતી મુશ્કેલીમાં કેમ મદદ કરવી તે એક માત્ર ઉદેશ સાથે હું કાર્યકરૂ છું. મે મારી કારકીર્દીમાં ૪૨ દેશોનો પ્રવાસ ર્ક્યો છે. લોકોની સેવા કરવી એને જ મારૂ સૌ ભાગ્ય માનું છું. હું લોક સેવક છું, સેવા કરવા માટે રાજકારણમાં કે ચૂંટણી લડવાની જરૂર નથી. હું એક વર્ષ ‘રૂડા’નો ચેરમેન રહ્યો હતો. સમાજ સેવા એજ મારા જીવનનો હિસ્સો છે. મારે પોતાને બિઝનેશ છે, પરિવાર સંભાલે છે. હું તો માત્ર સરગમ… સરગમ…. સરગમ જ…
સરગમ કલબનાં સાતસૂરોમાં સેવા, સત્કાર, સદભાવના, સંસ્કૃતિ, સાદગી, સભ્યતા અને સન્માનની વાત છે. લોકોને ફકત રૂા.૧૦ માં નિદાન-સારવાર દવા તમામ મળે તેવા ચોમેર દિશાએ દવાખાના શરૂ કરીને લાખો દર્દીઓનાં આર્શિવાદ સરગમે મેળવ્યા છે.
સંઘ સાથે જોડાયેલા હોવાથી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ સરગમ કલબનો નાતો રહ્યો છે. મોરબી પર હોનારતમાં તે વખતે કેશુભાઈ પટેલ- મોદી સાહેબ જયારે સરગમ કલબની સેવા ટીમે ખડેપગે જોઈ ત્યારે અભિનંદન પાઠવીને સરાહના કરી હતી.
સરગમ કલબે તેની પ્રવૃત્તિને રાજકારણથી દૂર રાખી છે. તેમની સુવાસને કારણે તેના કોઈ પણ પ્રોજેકટ પ્રવૃત્તિ પૈસા વગર અટકી નથી. તેમ સારૂ કાર્યકરો તો સમાજ તમને તમામ સહાય કરે છે, તેમ ગુણુભાઈ એ જણાવતા સફળ પ્રોજેકટની વાત કરી હતી.
આવડી મોટી સભ્ય સંખ્યા ધરાવતી ‘સરગમ’ સમગ્ર દેશમાં સૌથી મોટી સેવા સંસ્થા તરીકે નામના મેળવી છે. ગુજરાત કે ભારત સરકારની વિવિધ એવોર્ડની સાથે યુ.કે.લંડનમાં પણ ત્યાંની સંસદે ગુણુભાઈ ડેલાવાળાનું સન્માન કરેલ છે.
સંસ્થાને વજુભાઈ વાળા વર્ષોથી માર્ગદર્શન આપી રહ્યા છે. ઈગલ ટ્રાવેલ્સ ઉપર એક હજાર ભાડામાં ઓફિસ શરૂ કરી ત્યારથી હાલ સુધીનાં સરગમનાં ઈતિહાસમાં કાર્યકરો દાતા, સરકારશ્રી, વહિવટી તંત્ર વિગેરેનો શ્રેષ્ઠ સહયોગ મળતા સરગમ કલબ ઉજળી બની છે તેમ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવેલ છે.સરગમ કલબ દ્વારા એક શાળા પણ શરૂ કરીને ગરીબ જરૂરીયાતમંદ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે.
ગુણૂભાઈ ડેલાવાળાની મહેમાનગતી માણવા નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક દિગ્ગજો મહેમાન બની ચૂકયા છે. સવારે મળો એટલે તો ‘ફાફડા જલેબી’ આવી જ ગયા હોય !! મુકિતધામમાં સમુહ અસ્થિપૂજન કરી ને સ્વખર્ચે ‘અસ્થિકુંભ’ લઈને ગંગામાં હરદ્વાર પોતે દરેક વર્ષે અચૂક જાય છે.
સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળાની એકલે હાથે પ્રોજેકટ સંભાળીને સફળ સંચાલનની આવડત ‘કાબિલેદાદ’ છે. તેના સુંદર પ્રોજેકટ નવા વિકસિતા વિસ્તારોમાં પણ કાર્યરત કરી લોક સેવા ક્ષેત્રે પ્રવૃત્તિ વિસ્તાર સરગમ સતત અને સક્રિય રીતે કરી રહી છે. નાગેશ્ર્વર જેવા વિસ્તારમાં પણ દવાખાના હેલ્થ કલબ જેવી પ્રવૃત્તિ શરૂકરીને લોકસેવા કરી રહ્યા છે.
પોતાની ‘સરગમી’ લાઈફનાં શ્રેષ્ઠ પ્રોજેકટમાં શાસ્ત્રી મેદાનમાં રાહતરસોડુ, મોરબી પૂર હોનારત, કચ્છનો ભૂકંપ સાથે પાણીના દુકાળ વખતે શહેરમાં ટેન્કરથી પાણી વિતરણનાં વિશાળ પ્રોજેકટની ગણના ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવી હતી.
ગુણુભાઈની સરગમ કે સરગમના ગુણુભાઈ આ બંને સેવા પર્યાય સાથે રંગીલા રાજકોટમાં એક બનીને શ્રેષ્ઠ જનસેવા કરી ને સેવાજળમાં સોનેરી હસ્તાક્ષર કર્યા છે.
ગુણુંભાઈ ડેલાવાળાએ પોતાની પ્રવૃત્તિ-પ્રોજેકટની સફળતામાં અખબારી આલમનો ઘણો મહત્વનો ફાળો રહ્યો છે. તેમ જણાવીને તમામ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.