ફાયરબ્રિગેડના ફોનના ડબલા ખરા સમયે જ મૂંગા
ટંકારા બાદ મોરબી શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરવાની ફરિયાદો શરુ થઇ છે પરંતુ દશેરે ઘોડું ન દોડે તે ઉક્તિ મુજબ આજે ખરા સમયે જ મોરબી પાલિકા અને ફાયરબ્રિગેડના ફોનના ડબલ બંધ પડ્યા હતા તો પાલિકાના કંટ્રોલરૂમમાં કોઈ ફોન ઉપડનાર જ ન હતું.મોરબી નગર પાલિકામાં રેઢિયાળ તંત્ર સામાન્ય દિવસો મા તો પ્રજાજનોની ફરિયાદ કાને ધરતું નથી તે સર્વ સામાન્ય બાબત છે પણ કુદરતી આફત વેળા એ પણ નગરપાલિકાનું તંત્ર કામમાં ન આવતું હોવાનું સાબિત થયું છે.
આજે સવારે ૬ વાગ્યાથી મોરબી શહેરમાં ભારે વરસાદ પાડવાનું શરુ થયા બાદ મોરબી નગર પાલિકાના કંટ્રોલરૂમ ના ફોન નંબર ૨૨૦૫૫૧,૨૩૮૦૦ પર સંપર્ક કરી વરસાદી આંકડા તેમજ પાણી ભરાવાની ફરિયાદ અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરતા સેંકડો પ્રયત્નો બાદ પણ ફોન રિસીવ થયા ન હતા
નગર પાલિકાના કંટ્રોલરૂમ ની જેમ ફાયરબ્રિગેડના પણ ફોન સતત નો રીપ્લાય થયા હતા. આમ મોરબી પાલિકાનું ઘોડું દશેરે જ ન દોડ્યા જેવા ઘાટ વચ્ચે મોરબી શહેર રામભરોંસે મુકાયું છે.