૨૨ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી લેખિતમાં પરીક્ષા લેવાશે
રાજકોટ મહાનગર પાલિકામાં અલગ અલગ શાખાઓમાં ખાલી પડેલી ૧૬૯ જગ્યાઓ ભરવા માટે ચાર તબકકામાં પરીક્ષા લેવામાં આવશે જેમા મલ્ટી પર્યઝ હીથ વર્કરની ૧૨ જગ્યા, ફિલ્ડ વર્કરની ૧૧ જગ્યા, ફિમસ હેલ્થ વર્કરની ૮૧ જગ્યા તથા વર્ક આસિસ્ટન્ટ (મીકેજીકલ)ની ૬ જગ્યા માટે ૨૨મી માર્ચ પરીક્ષા લેવાશે.
જયારે બીજા તબકકામાં ૨૯મી માર્ચના રોજ સુખી રીપર ફિલ્ડ વર્કરની ૪ જગ્યા, નર્સીગ સ્ટાફની ૧૩ જગ્યા લેબ ટેકનીશપની ૧૪ જગ્યા અને ફાર્માસિસ્ટ ૧૨ જગ્યા માટે પરીક્ષા લેવામાં આવશે. ત્રીજા તબકકામાં આસિસ્ટન્ટ મેનેજરની ૧ જગ્યા, ઇન્સેકટ કલેકટરની ૧ જગ્યા, નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)ની એક જગ્યા તથા જૂનીયર પ્રોગ્રામરની ૪ જગ્યા માટે પાંચ એપ્રિલના રોજ જયારે ચોથા તબકકામાં ૧૨મી એપ્રિલના રોજ પશુધન નિરિક્ષકની ૩ જગ્યા નાયબ કાર્યપાલક ઇજેનર (ઇલેકટ્રીકલ) ની ૧ જગ્યા સિરટમ એનટલીસ્ટની ૧ જગ્યા તથા એકસ રે ટેકનીશિયનની ૨ જગ્યા માટે પરીક્ષા લેવાશે.