મચ્છુ-૨ના ૧૪ દરવાજા ૫ ફુટ અને મચ્છુ-૩ના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલાયા
મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર તાલુકામાં ભારે વરસાદને કારણે મચ્છુ-૨ અને મચ્છુ-૩ ડેમમાં પ્રચંડ માત્રામાં પાણીની આવક થતા બંને ડેમના દરવાજા ખોલી નખાયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જિલ્લા ના ટંકારા-વાંકાનેર પંથકમાં ભારે વરસાદને કારણે મચ્છુ-૨ તથા મચ્છુ-૩ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક થવાથી મચ્છુ૨ ડેમના ૧૪ દરવાજા ૫ ફૂટટ ખોલવામા આવ્યા છે. આ ઉપરાંત મચ્છુ-૦૩ ડેમના ૧૨ દરવાજા ૮ ફુટ ખોલવામાં આવ્યા છે પરિણામે બંને ડેમના હેઠવાસમાં આવતા વિસ્તાર માં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.