લાલપરી અને ડેમમાં પણ પાણી આવ્યું: સૌરાષ્ટ્રના ૨૮ જળાશયોમાં માતબર પાણીની આવક: ત્રિવેણી ઠાંગો ઓવરફલો
ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની માતબર આવક થવા પામી છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતા ડેમમાં ૩.૨૫ ફુટ અને આજી-૧ ડેમમાં ૧.૧૦ ફુટ નવા નીરની આવક થવા પામી છે તો લાલપરી અને ડેમમાં નવું પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના ૨૮ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની જળજ‚રીયાત સંતોષતા મુખ્ય પાંચ જળાશયો પૈકી ચાર જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જેમાં ડેમમાં નવું ૧ મીટર એટલે કે ૩.૨૮ ફુટ પાણી આવ્યું છે. ન્યારી ડેમ ડેડવોટરની સપાટીમાંથી બહાર નિકળી ગયો છે અને હાલ ડેમમાં ૮૫ એમસીએફટી જીવંત જળજથ્થો સંગ્રહિત છે. આજી-૧ ડેમમાં નવું ૧.૧૦ ફુટ પાણી આવતા ડેમની સપાટી ૧૫.૬૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ ૨૬૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત નવું ૭.૩૮ ફુટ અને લાલપરીમાં ૦.૪૬ ફુટ પાણી આવ્યું છે. ડેમ ઓવરફલો થવામાં માત્ર હવે ૩.૫ ફુટ જ છેટો રહ્યો છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના ૨૮ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજી-૨ ડેમમાં ૮.૩૭ ફુટ આજી-૩માં ૮.૦૭ ફુટ, ડોંડીમાં ૪.૭૬ ફુટ, ૧.૩૧ ફુટ, મચ્છુ-૧માં ૧૮.૮૦ ફુટ, મચ્છુ-૨માં ૨.૬૬ ફુટ, ૯.૪૫ ફુટ, ધોડાધ્રોઈમાં ૦.૧૬ ફુટ, ડેમમાં ૦.૩૩ ફુટ, મચ્છુ-૩માં ૦.૬૦ ફુટ, સપડામાં ૮.૦૭ ફુટ, વિજરખીમાં ૪ ફુટ, આજી-૪માં ૧.૨૧ ફુટ, રંગમતીમાં ૨.૯૫ ફુટ, ઉંડ-૨માં ૭.૮૭, કંકાવટીમાં ૩.૯૪ ફુટ, ઉંડ-૨માં ૦.૭૩ ફુટ, ૧.૩૧ ફુટ, ‚પારેલમાં ૪.૨૮ ફુટ, વઢવાણ ભોગાવોમાં ૨.૨૦ ફુટ, વઢવાણ ભોગાવો-૨માં ૧.૨૮ ફુટ, લીંબડી ભોગાવો-૧માં ૩.૪૮ ફુટ, મોરસલમાં ૧૬ ફુટ, સબુરીમાં ૫.૨૫ ફુટ, ત્રિવેણી ઠાગામાં ૨૬.૨૫ ફુટ પાણીની આવક થવા પામી છે.