રેલવે મુસાફરોની સુરક્ષા માટેની ‘એપ’ લોન્ચ થઈ
નવા યુગ સાથે કદમ મિલાવવા ગુજરાત રેલવે પોલીસ સજજ: રેલવે ડી.જી.પી. આશિષ ભાટીયા
હવે રેલવે મુસાફરી દરમિયાન મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સંરક્ષા માટે રેલવે પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત રેલવે પોલીસ દ્વારા “સુરક્ષિત સફર નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી મફત ડાઉનલોડ કરી શકાય છે. ચાલુ ટ્રેનમાં મુસાફરોનો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી કે લૂંટફાટ થાય તો મદદ માટે ગુજરાત રેલવે પોલીસે સુરક્ષિત સફર નામની એપ્લિકેશન બનાવી છે. ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ઘણીવાર ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ક્યારેક મહિલાઓને રોમીયો પરેશાન કરતા હોય છે તો ક્યારેક લૂંટના બનાવો બનતા હોય છે. વૃધ્ધ અને બિમાર પ્રવાસીઓ પણ પરેશાન થતા હોય છે. મુસાફરોની આવી અનેક તકલીફો દૂર કરવા માટે રેલવે પોલીસ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી છે. મોબાઈલમાં આ એપ સ્ટોર કરી પ્રવાસીઓ રેલ મુસાફરી દરમિયાન ગમે ત્યાં, ગમે ત્યારે તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે.
ગુજરાત રેલવે પોલીસના ડીજીપી આશિષ ભાટિયા અને ડીઆઈજી ગૌતમ પરમારે અંગત રસ લઈ ને આ એપ તૈયાર કરાવી છે. જો કે, વાંકદેખા કોંગ્રેસી કાગડાઓએ આ એપ બાબતે પણ ઠાલી કાગારોળ કરી હતી, પણ પબ્લિકને એપ ખૂબ જ પસંદ આવી રહી છે. ખુદ સીએમ વિજયભાઈ રૂપાણી એ પણ એપને ખૂબ વખાણી હતી. સુરક્ષિત સફર એપ્લિકેશન બે પ્રકારમાં ઉપલબ્ધ છે. પબ્લિક એપ અને પોલીસ એપ. રેલવે પ્રવાસીઓ, સામાન્ય નાગરિક પબ્લિક એપ ડાઉનલોડ કરીને કરી શકે છે જ્યારે પોલીસ એપનો ઉપયોગ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે.
પબ્લિક એપ : આ એપ્લીકેશનમાં રેલ્વે મુસાફરો ફરિયાદ, વુમન ડેસ્ક, સજેશન, શંકાસ્પદ વ્યક્તિ, કોલ, કોન્ટેકટ કોપ, કોન્ફીડન્સીયલ, ટ્રેક માય રૂટ, ફીડબેક, ટચ ટુ પેનીક ફંક્શનનો ઉપયોગ કરી શકશે.
પોલીસ એપ : આ એપ્લીકશેનની મદદથી પોલીસ કમર્ચારીઓની ટ્રેન પ્રેટ્રોલીંગની ફરજો અસરકારક બનશે. પોલીસ ઓફીસયલ કૂલીઝ, હોકર્સ, કોચ એટેન્ડન્ટ્સ તથા અન્ય કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન કરશે અને તેની માહિતી પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે. જેનાથી કોચમાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશ પર અંકુશ લાવી શકાશે. રેલવેમાં ગુનાઓ આચરતા ગુનેગારોની ફોટો સાથેની માહિતી રેલવે મુસાફરોની સલામતીમાં તહેનાત પોલીસ અધિકારી/કર્મચારી ત્વરીત મેળવી શકશે.