વલ્લભાચાર્ય ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ
વસંત પંચમીથી હોરી ધૂળેટી સુધી સળંગ ૪૦ દિવસ પુષ્ટિ માર્ગમાં હોરી-રસિયા જે વ્રજનું લોકગીતગાન છે. તે સારાંય વિશ્ર્વમાં ૪૦ દિવસ ઠેક ઠેકાણે ધમાર-રસિયાનું આયોજન થશય છે. રાજકોટમાં ‘ચરણાટ’ હવેલી ખાતે બિરાજતા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. ગોવિંદરાયજી મહારાજનાં આશિર્વાદ સાથે પૂ.પા.. મધુસુદન લાલજી (શ્રી રૂચીરબાવાશ્રી)
મહોદયશ્રીનાં મંગલ સાનિધ્યમાં રાજકોટનાપૂર્વ વિસ્તાર સામાકાંઠે પેડક રોડ અટલબિહારી બાજપાઈ ઓડિટોરીયમ પાછળ પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુ. હોલ ખાતે તા.૬ માર્ચ શુક્રવારે રાત્રે ૮ થી ૧૧ હોરી રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન થયેલ છે. જેમાં બધા વૈષ્ણવોને પુષ્ટિ વસંત મહોત્સવમાં અચૂક લાભ પ્રાપ્ત કરવા વલ્લભાચાર્ય ફાઉન્ડેશનના અરવિંદભાઈ ભેસાણીયા કોર્પોરેટર, સુરેશભાઈ રૈયાણી પૂર્વ કોર્પોરેટર, અરવિંદભાઈ પાટડીયા, વિનુભાઈ પાટડીયા, મેહેલ ભગત, ઉદયભાઈ માંડલીયા અને ભુપતભાઈ સદાણી દ્વારા આહવાન કરાયું છે.