૧૦માંથી ૭ છાત્રોએ પરીક્ષામાં નામ રોશન કર્યું
તાજેતરમાં નવેમ્બર ૨૦૧૯માં લેવામાં આવેલી સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં સારથી એકેડેમીનાં વિદ્યાર્થીઓ ઓમ બુધ્ધદેવ તથા મીત દક્ષિણી રાષ્ટ્રીયકક્ષાએ અનુક્રમે ૩૪માં અને ૩૬માં ક્રમાંકે પાસ થઈ સમગ્ર દેશમાં રાજકોટનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજકોટ સેન્ટરમાં સારથી એકેડેમીના ૭ વિદ્યાર્થીઓ એ ટોપ ૧૦માં સ્થાન મેળવી સારથી એકેડેમીનું નામ રોશન કર્યું છે. તથા સારથી એકેડેમીના માર્ગદર્શન હેઠળ ખૂબજ મહેનત કરી ૪૯ વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા પ્રથમ પાસ કરેલ છે.
નિયમિત અભ્યાસ, અને સમયના સચોટ આયોજન સાથે અભ્યાસક્રમ પૂર્ણ કરી આંતરીક કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીયકક્ષાએ પોતાનું સ્થાન અંકિત ક્રાવવા માટે સારથી એકેડેમીએ ટુંક સમયમાં જ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સારથી એકેડેમીમાં તમામ વિષયોનું શિક્ષણ કાર્ય ૧૦થી ૨૫ વર્ષના અનુભવી શિક્ષણવિદો દ્વારા થઈ રહ્યું છે. આ સફળતામાં સારથી એકેડેમીની ટીમ, સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ અલ્પેશ ત્રિવેદી, ડો. સમીર માણેક પ્રો. બકુલ કાનાણી પ્રો. પિયુષ શાહ સીએ મિલાન કકકડ, સીએ રિધ્ધિ શેઠ, તથા સીએ રાજ વોરાના અથાગ પ્રયત્નોનો સિંહફાળો રહ્યો છે.